મેડ્રિડ ઓપન: રાફેલ નડાલ બીજા રાઉન્ડમાં પહોંચ્યો, ડી મિનોરનો સામનો કરશે
મેડ્રિડ, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ગુરુવારે, મેડ્રિડ ઓપ
મેચ


મેડ્રિડ, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ગુરુવારે, મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં અમેરિકાના ડાર્વિન બ્લેન્ચને માત્ર 63 મિનિટમાં 6-1, 6-0થી હરાવીને આસાન શરૂઆત કરી હતી. જો કે, એક દિવસ પહેલા તેણે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને આ ટુર્નામેન્ટમાં રમવા અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી હતી.

પોતાની જીત બાદ સ્પેનિશ ટીવી સાથે વાત કરતા નડાલે કહ્યું કે,” તે દરેક ક્ષણને માણવાનો પ્રયાસ કરી રહ્યો છે.”

હું આવતી કાલે (શુક્રવારે) ફરીથી તાલીમ લઈશ અને પરમ દિવસે અહીં પાછો આવીશ અને તે ખૂબ જ સરસ છે. તેણે કહ્યું.

નડાલ બીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી, એલેક્સ ડી મિનોર સામે રમશે.

નડાલે કહ્યું, ગયા અઠવાડિયે આવું થવું જોઈતું ન હતું અને મને ખાતરી છે કે આ અઠવાડિયું પણ મુશ્કેલ હશે. હું દરેક બાબતમાં સુધારો કરવાનું ચાલુ રાખવા માંગુ છું અને મારા હાથમાં જે છે તે હું કરીશ.

નાઓમી ઓસાકા બીજા રાઉન્ડથી આગળ વધવામાં નિષ્ફળ રહી, 15મી ક્રમાંકિત લ્યુડમિલા સેમસોનોવા સામે 6–2, 4–6, 7–5થી હારી ગઈ. 16મી ક્રમાંકિત યુક્રેનિયન એલિના સ્વિટોલિના પણ સ્પેનની સારા સોરિબ્સ ટોર્મો સામે 6-3, 7-5થી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande