પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ વાગાડવા પર પ્રતિબંધ
ભરૂચ/અમદાવાદ,28 માર્ચ (હિ.સ.) (CET) પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા પરીક્ષા
પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ વાગાડવા પર પ્રતિબંધ


ભરૂચ/અમદાવાદ,28 માર્ચ (હિ.સ.) (CET) પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા પરીક્ષા 30 માર્ચ રોજ ભરૂચ જિલ્લાના જુદા – જુદા 62 જેટલા પરીક્ષા કેન્દ્રોમાં લેવાનાર છે. જેમાં 30 માર્ચ શનિવારે સવારે 10.30 કલાકથી 13 કલાક સુધી અને ત્યારબાદ 15 કલાકથી 17.30 કલાક સુધી આ બે પરિક્ષા યોજાનાર છે.

આથી 30 માર્ચ શનિવારે સવારે 9 કલાકથી 18.30 કલાક સુધી ભરૂચ જિલ્લામાં ખાતેના કુલ-62 પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કોઈએ પણ બેફામ તથા મનસ્વી રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ વાગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande