રૂપલલનાઓના દેહના સોદાગાર મોડાસા મિલન ગેસ્ટ હાઉસના ભંવરસિંહ રાવને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં ધકેલાયો મોડાસા શહેરમાં અનૈતિક પ્રવૃતિઓ ચલાવતા અસામાજીક તત્ત્વોમાં ફફડાટ મોડસા શહેર સહિત અરવલ્લી જીલ્લાના અનેક ગેસ્ટહાઉસમાં છાનેછૂપને દેહવેપારનો ધંધો ચા
મોડાસા, 26 એપ્રિલ(હિ. સ.). અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે જીલ્લામાં અનૈતિક પ્રવૃતિઓ ચલાવતા સામાજીક
રૂપલલનાઓના દેહના સોદાગાર મોડાસા મિલન ગેસ્ટ હાઉસના ભંવરસિંહ રાવને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં ધકેલાયો મોડાસા શહેરમાં અનૈતિક પ્રવૃતિઓ ચલાવતા અસામાજીક તત્ત્વોમાં ફફડાટ મોડસા શહેર સહિત અરવલ્લી જીલ્લાના અનેક ગેસ્ટહાઉસમાં છાનેછૂપને દેહવેપારનો ધંધો ચા


મોડાસા, 26 એપ્રિલ(હિ. સ.). અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે જીલ્લામાં અનૈતિક પ્રવૃતિઓ ચલાવતા સામાજીક તત્ત્વો સામે લાલ આંખ કરી પાસા હેઠળ જીલ્લા બહાર જેલમાં ધકેલી આપવા માર્ગદર્શન આપતા મોડાસા ટાઉન પોલીસે દેવરાજધામ નજીક દેહવેપાર માટે કુખ્યાત મિલન ગેસ્ટહાઉસના સંચાલક ને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.

અરવલ્લી જીલ્લા ASP સંજય કેશવાલા અને ટાઉન PI ડી.કે.ગોહિલ અને તેમની ટીમે થોડા દિવસ અગાઉ દેવરાજધામ નજીક મિલન ગેસ્ટહાઉસમાં સયુક્ત રેડ કરી દેહવેપારનો પર્દાફાશ કરી સંચાલક ભંવરસિંહ અનારસિંહ રાવ તેના સ્ટાફ સહિત બે ગ્રાહકોને રંગે હાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આદેશ અનુસાર મોડાસા ટાઉન પોલીસે ગેરકાયદેસર દેહવેપારમાં કુખ્યાત બનેલ ભંવરસિંહ અનારસિંહ રાવ સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી.ત્યારે મેજિસ્ટ્રેટ પ્રશસ્તી પારીકે અનૈતિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ભંવરસિંહ રાવના ગુનાહીત ઇતિહાસ ધ્યાને લઇ તેની પાસા મંજૂર કરતા ટાઉન પોલીસે ભંવરસિંહ રાવને સુરત મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો મોડાસા ટાઉન પોલીસ સહિત અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો અને અસામાજીક તત્ત્વોને ઝડપી પાડી પાસા હેઠળ કાર્યવાહી કરતા ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/બિનોદ


 rajesh pande