10 મિનિટ દેશ માટે: રાજકોટના રેલનગરમાં રંગલા, રંગલીએ નાટક થકી આપ્યો અચૂક મતદાનનો સંદેશ
- મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશિપમાં મતદાન જાગૃતિ અંગે નાટક યોજાયું રાજકોટ/અમદાવાદ,27 એપરિલો (હિ.સ.)
Rangala in Rajkots Railnagar, Rangali conveys the message of invariable voting through drama


- મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશિપમાં મતદાન જાગૃતિ અંગે નાટક યોજાયું

રાજકોટ/અમદાવાદ,27 એપરિલો (હિ.સ.) રાજકોટના રેલનગરની મહર્ષિ દયાનંદ ટાઉનશિપમાં રંગલા અને રંગલી સહિતના કલાકારોએ હાસ્ય અને મનોરંજન સાથે નાગરિકોને અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો. લોકશાહીનો અવસર એવી ચૂંટણી આવી પહોંચી છે ત્યારે, મહત્તમ મતદાન થાય તે માટે 10-રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.

જે અંતર્ગત આજે મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપમાં 10 મિનિટ દેશ માટે. નાટકનું આયોજન

કરવામાં આવ્યું હતું. જેમાં નાટકના કલાકારોએ લોકોનું મનોરંજન તો કર્યું જ, આ સાથે ચૂંટણી પંચે મતદાન માટે કરેલી વિવિધ તૈયારીઓ, સખી મતદાન મથકો, વિશેષ મતદાન મથકો, ચૂંટણી સંબંધિત માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્સ તેમજ મતદાનના મહત્વને વણી લઈને, અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો. મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે આ વખતે છે અમારી તૈયારી, કરીશું મતદાનમાં મોટી ભાગીદારી, અમે છીએ

ગુજરાતની નારી જેવા સૂત્રો સાથે મતદાન માટે ઉત્સાહ જગાવવામાં આવ્યો હતો.

રંગલા-રંગલીનું આ નાટક જોવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને મતદાન અંગે જાગૃતિ કેળવી હતી. આ સાથે સૌએ મતદાન અંગે પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ નાટક પૂર્વે ધોરણ ત્રણની હરિયાળી નામની બાલ છાત્રાએ પ્રભાવશાળી રીતે સૌને મતદાન માટે અપીલ કરી હતી.

મતદાન જાગૃતિ માટે આટકોટમાં યોજાયું સિગ્નેચર કેમ્પેઈન: અચૂક મતની ખાતરી સાથે કરાયા

હસ્તાક્ષર.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande