પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર, ક્રૂડ ઓઈલ લગભગ 87 ડોલર પ્રતિ બેરલ
નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્ર
પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર, ક્રૂડ ઓઈલ લગભગ 87 ડોલર પ્રતિ બેરલ


નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 87 ડોલર પર પહોંચી ગઈ છે અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 81 ડોલરની નજીક છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21, ડીઝલ રૂ. 92.15, કોલકતામાં પેટ્રોલ રૂ. 103.94, ડીઝલ રૂ. 90.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના ચોથા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.46 ડોલર એટલેકે 0.56 ટકાના વધારા સાથે બેરલ દીઠ 86.55 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.60 ડોલર એટલેકે 0.74 ટકાના વધારા સાથે 80.05 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande