સમીનાં વારાણામાં ''નલ સે જલ'' યોજનાની પાઈપ લાઇનમાંથી ગેરકાયદે જોડાણ લેનારા સામે સરપંચે ફરીયાદ નોંધાવી
પાટણ,28 માર્ચ (હિ.સ.) સમી તાલુકાનાં વરાણા ગામે ગ્રામ પંચાયતની મંજૂરી વિના ''નલ સે જલ'' યોજના અંતર્
સમી ગેરકાયદે જોડાણ લેનારા સામે ફરીયાદ નોંધાવી


પાટણ,28 માર્ચ (હિ.સ.) સમી તાલુકાનાં વરાણા ગામે ગ્રામ પંચાયતની મંજૂરી વિના ''નલ સે જલ'' યોજના અંતર્ગત નંખાયેલી પાઈપ લાઈનમાં ગેરકાયદેસર રીતે ભંગાણ કરીને પોતાનાં અંગત હેતુ માટે નળ જોડાણ લઈને રૂા.5000નું કેટલાક શખ્સોએ નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે ગામના સરપંચે આ પ્રકારે ગેરકાયદેસર નળ જોડાણ લેનારા તથા અન્ય બે વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાવી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ સમી તાલુકાનાં વરાણા ગામે બે વર્ષ પૂર્વે ''નળ સે જળ યોજના અંતર્ગત ગામનાં લોક ફાળા સાથે સરકારે ''વાસ્મો યોજના અંતર્ગત અંદાજિત રૂા. 80 લાખ જેટલી માતબર રકમ ગામને ફાળવી હતી. જેથી ગામનાં તમામ ઘરોમાં પીવાનાં પાણીનું વિતરણ થઈ શકે અને આ યોજના પૂર્ણ થઇ હતી ને બાદમાં પાઇપલાઈનની મિલકતની જાળવણીની જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે અને આ યોજના અંતર્ગત પાણીનાં સમ્પથી પાદરમાં આવેલ પાણીનાં વાલ્વ સ્ટેન્ડ સુધી મેદાનમાં પાઈપ લાઈન નાંખેલી છે. આ મેઈન પાઇપ લાઇનમાંથી જે કોઈ ગામ લોકો દ્વારા ગેરકાયદેસર નળ જોડાણ લેવામાં આવશે તો ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જે મુજબનો ઠરાવ વરાણા ગ્રામ પંચાયતનાં ઠરાવ નં. 8/23 28 ડિસેમ્બર,2023 થી કરવામાં આવ્યો છે. તેમ છતાં ગઈ 18 માર્ચ2024 નાં રોજ સવારે ગામનાં સરપંચ પ્રભુજી કાંતિજી ઠાકોર અને તલાટી સંદિપ ઠક્કર મૂળ રે. ઇટોદા, તા. ચાણસ્મા હાલ રે. સમી બંને વરાણાનાં ખોડીયાર માતાનાં મંદિર પાસે હાજર હતાં. ત્યારે મંદિરનાં મેઇન ગેટની સામે આવેલ ચા- નાસ્તાની દુકાનમાં ગામનાં પ્રતાપજી તથા તેમનાં વેવાઇ રસીકજી તથા ગોવિંદભાઇનાં પાછળનાં ઘર તરફ જતી મેઇન પાઇપ લાઇનમાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર ગેરકાયદેસર ભંગાણ કરીને ચા-નાસ્તાની દુકાનમાં પોતાનાં અંગત હેતુ માટે નળ જોડાણ લેતા હોવાથી સરપંચ અને તલાટી દ્વારા દુકાન માટે નળ કનેકશન લેવાની ના પાડવા છતાં તેઓ માન્યા નહોતા ને નળ જોડાણ લીધું હતું.

આ યોજનાની ઓવરહેડ ટાંકીનું કામકાજ ચાલી રહ્યું હોવાથી અને ગામની પાણીની સપ્લાયની તમામ લાઇનો મેઇન લાઇન તરીકે ઉપયોગમાં લેવાતી હોવાથી આ બંને લાઇનમાંથી નળ કનેકશન લેવામાં આવે તો ભંગાણ કરેલી લાઇનથી આગળનાં ભાગે પાણી પૂરવઠો ઘટવાની શક્યતા હોવાની જાણ કરવા છતાં પ્રતાપજીએ પોતાનાં અંગત હેતુથી બે વ્યક્તિઓની મદદગારીથી બંને લાઇનોમાં કનેકશન લઇને રૂા. 5000નું નુકસાન કરેલ હોવાથી સરપંચે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/હર્ષ શાહ


 rajesh pande