સરકારી ઓનલાઈન પ્લેટફોર્મ જીઇએમ પર શોપિંગ રૂ. 4 લાખ કરોડને પાર થઇ
નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.) દેશના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા, વધેલી પ્રાપ્તિ પ્રવૃત્તિઓને કા
ઓનલાઈન


નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.) દેશના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા, વધેલી પ્રાપ્તિ પ્રવૃત્તિઓને કારણે, ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં, સરકારી ઓનલાઈન પ્લેટફોર્મ જીઇએમ પર અત્યાર સુધીની ખરીદી 4 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. જીઇએમ તરફથી મળતી સેવાઓમાં 205 ટકાનો વધારો થયો છે. આમાં 21 લાખ વિક્રેતાઓ, અને સેવા પ્રદાતાઓએ ભાગ લીધો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે, શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં સરકારી પ્લેટફોર્મ જીઇએમ દ્વારા, સામાન અને સેવાઓની ખરીદી 4 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો દ્વારા માલસામાન અને સેવાઓની ઓનલાઈન પ્રાપ્તિ માટેનું ગવર્મેન્ટ ઈ-માર્કેટ (જીઇએમ) પ્લેટફોર્મ, 9 ઓગસ્ટ 2016ના રોજ, લોન્ચ કરવામાં આવ્યું હતું.”

જીઇએમના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) પીકે સિંઘે કહ્યું કે,” 28 માર્ચ 2024 સુધીમાં, ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર કરી ગઈ છે, જે ઐતિહાસિક છે.” તેમણે કહ્યું કે,” નાણાકીય વર્ષ 2021-22માં ખરીદી મૂલ્ય રૂ. 1.06 લાખ કરોડ હતું. જે ગયા નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 2 લાખ કરોડને વટાવી ગયું હતું.” સિંહે કહ્યું કે,” પ્લેટફોર્મ પરથી સેવાઓની ખરીદી નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 66 હજાર કરોડથી, વધીને ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં રૂ. 2.05 લાખ કરોડ થઈ ગઈ છે.” તેમણે કહ્યું કે,” ચાલુ નાણાકીય વર્ષમાં 28 માર્ચ સુધી પ્લેટફોર્મ પરથી 1.95 લાખ કરોડ રૂપિયાનો સામાન ખરીદવામાં આવ્યો હતો.”

નોંધનીય છે કે, સાઉથ કોરિયાનું કેઓએનઈઓઇએસ વિશ્વભરમાં સરકારી ઓનલાઈન ખરીદી પ્લેટફોર્મની યાદીમાં, ટોચ પર છે. આ પછી, સિંગાપોરનું જીઇબીઆઈઝેડ બીજા સ્થાને અને ભારતનું જીઇએમ ત્રીજા સ્થાને છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી


 rajesh pande