ગોંડલની શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અન્વયે માનવ સાંકળ
- 72-જસદણ વિધાનસભા મતવિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અર્થે રેલી યોજી રાજકોટ/અમદાવાદ,20 એ
Gondal school students form human chain for voting awareness


- 72-જસદણ વિધાનસભા મતવિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અર્થે રેલી યોજી

રાજકોટ/અમદાવાદ,20 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે દેશવાસીઓ ઉત્સાહભેર ભાગ લે તે માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ તહેવારને સફળ બંનાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. જેમાં 72-વિધાનસભા મતવિસ્તારના બળઘોઈ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મતદાન સંદર્ભે રેલીનું આયોજન કર્યું હતું.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી લોકોને મતદાન કરવા પ્રેરિત કરાયા હતા.આ અભિયાનમાં પ્રાંત અધિકારી રાહુલ ગમારા, શાળાના આચાર્ય. શિક્ષકઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

.હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande