મતદાર જાગૃતિ વિશે રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારીનો ઈન્ટરવ્યૂ 20મીએ આકાશવાણી પર
રાજકોટ/અમદાવાદ,20 એપ્રિલ (હિ.સ.) ચૂંટણીનું પર્વ એ દેશનું ગર્વ છે - રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસ
મતદાર જાગૃતિ વિશે રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારીનો ઈન્ટરવ્યૂ 20મીએ આકાશવાણી પર


રાજકોટ/અમદાવાદ,20 એપ્રિલ (હિ.સ.) ચૂંટણીનું પર્વ એ દેશનું ગર્વ છે - રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં વિવિધ પાંસાઓ પર અસરકારક રીતે કામગીરી ચાલી રહી છે. આ સાથે વધુમાં વધુ મતદાન માટે નાગરિકોને પ્રેરિત કરવા ખાસ મતદાન જાગૃતિ ઝુંબેશ પણ ચલાવાઈ રહી છે.

71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં કેવી મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ છે તથા

ચૂંટણીની કેવા કેવા પ્રકારની તૈયારીઓ કરાઈ રહી છે તે અંગે, રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી વિમલકીર્તિ ચક્રવર્તીએ આકાશવાણી-રાજકોટના સુધીર દત્તા સાથે સંવાદ કર્યો છે. આ રેડિયો ઈન્ટરવ્યૂ 20મી એપ્રિલ અને શનિવારે સવારે 9.15 કલાકે તથા રાત્રે 8.30 કલાકે આકાશવાણી પરથી પ્રસારિત.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande