આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સૈમ કરનને મેચ ફીના 50 ટકા દંડ ફટકારાયો
નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ.) પંજાબ કિંગ્સના કેપ્ટન સૈમ કરનને, પીસીએ ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિય
આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સૈમ કરનને મેચ ફીના 50 ટકા દંડ ફટકારાયો


નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ.) પંજાબ કિંગ્સના કેપ્ટન સૈમ કરનને, પીસીએ ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે રવિવારે ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ, તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

આઈપીએલ દ્વારા રવિવારે મોડી રાત્રે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કરને આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.8 હેઠળ લેવલ 1 નો ગુનો કર્યો છે. તેણે દોષ કબૂલ કર્યો અને મેચ રેફરીની મંજૂરી સ્વીકારી. આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.

મેચની વાત કરીએ તો આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમ પ્રથમ બેટિંગ કરતા 142 રન પર જ સિમિત રહી હતી. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે 21 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. પ્રભસિમરન ઉપરાંત સુકાની સેમ કુરેને 20 અને હરપ્રીત બ્રારે 29 રન બનાવ્યા હતા. ગુજરાત માટે સાઈ કિશોરે શાનદાર બોલિંગ કરી હતી અને તેની 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહિત શર્મા અને નૂર અહેમદે 2-2 અને રાશિદ ખાને 1 વિકેટ લીધી હતી.

જવાબમાં ગુજરાતની ટીમે 19.1 ઓવરમાં 7 વિકેટે 146 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ગુજરાત માટે રાહુલ તેવટિયાએ 18 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 36 રન ફટકારીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેવટિયા ઉપરાંત કેપ્ટન શુભમન ગીલે 35 રન અને સાઈ સુદર્શને 31 રન બનાવ્યા હતા.

પંજાબ તરફથી હર્ષલ પટેલે 3, લિયામ લિવિંગસ્ટોને 2, અર્શદીપ સિંહ અને સૈમ કરને 1-1 વિકેટ લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર/સુનીલ / માધવી


 rajesh pande