ચીને અંડર-23 એશિયન કપની, અંતિમ ગ્રુપ મેચમાં યુએઈ ને હરાવ્યુ
દોહા, નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) ચીને સોમવારે અહીં અંડર-23 એશિયન કપની અંતિમ ગ્રૂપ મેચમાં સંયુક્ત
સામપ


દોહા, નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) ચીને સોમવારે અહીં અંડર-23 એશિયન કપની અંતિમ ગ્રૂપ મેચમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ને 2-1 થી હરાવ્યું અને એક જીત અને બે હાર સાથે, ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.

જાપાન અને દક્ષિણ કોરિયા સામે હાર્યા બાદ, ગ્રૂપમાંથી આગળ વધવાની તક ગુમાવી દીધા બાદ, ચીનના મુખ્ય કોચ ચેંગ યાઓદોંગે, પાછલી મેચથી તેની શરૂઆતની લાઇનઅપમાં માત્ર એક જ ફેરફાર કર્યો હતો, જેમાં લી હાઓએ હુઆંગ ઝિહાઓની જગ્યા લીધી હતી.

ચીન માટે ટુર્નામેન્ટનો પહેલો ગોલ ઝી વેનેંગે 24મી મિનિટે કર્યો હતો, જ્યારે તેણે એક કોર્નર પછી બોક્સની અંદર તેના ઉત્તમ શોટ વડે બોલને ગોલ પોસ્ટમાં મોકલી દીધો હતો.

ચીનનો બીજો ગોલ, યુએઈના ડિફેન્ડર્સની ભૂલને કારણે થયો હતો, લિયુ ઝુરુને યુએઈના ડિફેન્ડર્સની ભૂલનો ફાયદો ઉઠાવ્યો, બોલ પર કબજો મેળવીને તેને ગોલ પોસ્ટમાં નાખ્યો, હાફ ટાઈમ પહેલા ચીનને 2-0ની લીડ અપાવી. .

યુએઈ એ બીજા હાફમાં અહેમદ ફૌઝી દ્વારા ગોલ કરીને સ્કોર 2-1 કર્યો હતો. જોકે, આ પછી ટીમ બરાબરીનો ગોલ કરી શકી ન હતી અને ચીને મેચ 2-1થી જીતી લીધી હતી.

ગ્રુપ બી માં અન્ય મેચમાં, દક્ષિણ કોરિયાએ જાપાનને 1-0થી હરાવીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે જાપાન પણ બીજા સ્થાને રહીને નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થયું હતું.

બાકીની આઠ ક્વોલિફાઈડ ટીમો 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સની ત્રણ સીધી ટિકિટ માટે સ્પર્ધા કરશે, જ્યારે ચોથા સ્થાને રહેલી ટીમ અંતિમ ઓલિમ્પિક સ્પોટ માટે પ્લે-ઓફમાં ગિની સામે ટકરાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande