સ્વિપ અંતર્ગત જસદણમાં મતદારને મતદાન કરવા જાગૃત કરતી વિશેષ ડ્રાઈવ
રાજકોટ/અમદાવાદ,24 એપ્રિલ (હિ.સ.) લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ધટક છે. લોકતંત્ર એટલે લોકો વડે, લોકો
A special drive to sensitize voters to vote in Jasdan under the sweep


રાજકોટ/અમદાવાદ,24 એપ્રિલ (હિ.સ.) લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ધટક છે. લોકતંત્ર એટલે લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા, જેમાં ભાગ લેવાનો તમામ નાગરીકનો હક્ક છે. 7 મે,2024ના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

72 - જસદણ વિધાનસભા મત વિસ્તારમાં જસદણ ખાતે આનંદધામ સોસાયટી અને સરદાર સોસાયટીના રહીશોએ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા તથા પરિવારના સૌ સભ્યો સાથે મતદાન કરશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.જસદણ નગરપાલીકા દ્વારા ડોર-ટુ-ડોર વાન દ્વારા મતદાન જાગૃતિનું અભિયાન થકી મતદારોને મતદાન કરવા પ્રેરીત કરવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande