મતદાન જાગૃતિ માટે જસદણ મતદાર વિભાગની અનોખી પહેલ
- 7 મેના રોજ મતદાન કરનારાઓને હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવાના બીલ પર 7 ટકા ડિસ્કાઉન્ટ - રાજકોટ લોકસભા
A unique initiative of Jasdan Electoral Division for voting awareness


- 7 મેના રોજ મતદાન કરનારાઓને હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવાના બીલ પર 7 ટકા ડિસ્કાઉન્ટ

- રાજકોટ લોકસભા બેઠકના તમામ મતદારોએ મતદાન માટેના સંકલ્પ લીધા

રાજકોટ/અમદાવાદ,24 એપ્રિલ (હિ.સ.) ભારત દેશના મહાપર્વ સમા લોકશાહીના પર્વમાં વધુને વધુ લોકો સહભાગી બને તે માટે રાજકોટના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાઈ રહયું છે. મતદાન માટે જાગૃતિ કેળવવા માટે જસદણ મતદાર વિભાગમાં અનોખી પહેલ કરાઈ રહી છે, જેના ભાગરૂપે પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવાના પ્રયત્નોથી 72 - જસદણ વિધાનસભા મતવિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશને મતદાન કરનારાઓને રેસ્ટોરન્ટમાં જમવાના બીલ ઉપર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવા આપવામાં આવશે.

આ ઉપરાંત 70- રાજકોટ દક્ષિણ વિધાનસભા મતવિભાગની સહકાર સોસાયટી, ભાગ નં 118,119 અને 120 ખાતે આર.ડબ્લ્યુ.એસ.ના અનુસંધાને સોસાયટીના રહીશો અને 67 વાંકાનેર મતવિસ્તારની ગાયત્રીનગર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી અને ગ્રીન સોસાયટીના રહીશોને લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. અને સોસાયટીના તમામ પરિવારના સભ્યોએ મતદાન કરીશ અને કરાવીશના શપથ ગ્રહણ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande