માલપુર બાદ મેઘરજમાં પણ ક્ષત્રિયોનો ભારે વિરોધ જોવા મળ્યો; મોટી સંખ્યામાં ક્ષત્રિયો ધસી આવ્યા અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા
મોડાસા,24 એપ્રિલ (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ ચૂંટણી કાર્યાલય
માલપુર બાદ મેઘરજમાં પણ ક્ષત્રિયોનો ભારે વિરોધ જોવા મળ્યો; મોટી સંખ્યામાં ક્ષત્રિયો ધસી આવ્યા અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા


મોડાસા,24 એપ્રિલ (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ ચૂંટણી કાર્યાલયો શરૂ કરી રહ્યા છે. ત્યારે ખાસ ભાજપના ચૂંટણી કાર્યાલયોના શુભારંભ વખતે ભારે વિરોધ થઈ રહ્યો છે. અરવલ્લીના માલપુર બાદ મેઘરજમાં પણ ક્ષત્રિયોનો ભારે વિરોધ જોવા મળ્યો હતો.

લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે ક્ષત્રિયો પણ ભારે આક્રોશમાં જોવા મળ્યા છે. ત્યારે સવારે લોકસભા ચૂંટણીને લઈ માલપુર તાલુકા ભાજપ કાર્યાલય શુભારંભમાં વિરોધ થયા બાદ મેઘરજ તાલુકા ભાજપ કાર્યાલયનો શુભારંભ હતો. જેમાં ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડા, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, જિ.પં.પ્રમુખ પ્રિયંકા ડામોર ઉપસ્થિત હતા. એ સમયે એકાએક મોટી સંખ્યામાં ક્ષત્રિયો કાર્યાલય પાસે આવ્યા હતા અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. જો કે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે હતો. જેથી બીજી કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.આમ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મેઘરજ તાલુકા ભાજપ કાર્યાલયનો શુભારંભ કરાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande