લખનૌએ ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું, માર્કસ સ્ટોયનિસે શાનદાર સદી રમી.
નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 39મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્ના
સામપૉ


નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 39મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. ચેન્નાઈએ 210 રન બનાવ્યા હતા જેના જવાબમાં લખનૌએ 19.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. લખનૌ માટે માર્ક સ્ટોયનિસે શાનદાર અણનમ સદી રમી હતી. સ્ટોયનિસ 63 બોલમાં 124 રન બનાવીને અણનમ રહ્યો હતો. લખનૌએ આ સિઝનમાં બીજી વખત ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. સ્ટોઇનિસને તેની વિસ્ફોટક બેટિંગ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. આ દરમિયાન ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે શાનદાર અણનમ સદી રમી હતી. ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ તેને સાથ આપ્યો અને 27 બોલમાં 66 રનની તોફાની ઇનિંગ રમી. ઋતુરાજ ની આઈપીએલ કારકિર્દીની આ બીજી સદી હતી. આ સાથે જ દુબેએ તેની નવમી અડધી સદી ફટકારી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને રમતનો અંત પોતાની શૈલીમાં કર્યો હતો.

આ જીત સાથે લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તેણે ચેન્નાઈની જગ્યા લીધી જે પાંચમા સ્થાને સરકી ગઈ છે. ચેન્નાઈને આગામી મેચ 28મી એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે, જ્યારે લખનૌની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે 27મી એપ્રિલે ઈકાના સ્ટેડિયમમાં રમશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રભાત / આકાશ / માધવી


 rajesh pande