મોડાસા ટીંટોઇ રેલ લાઇનના કામ દરમિયાન ખેડૂતના જતા ખેડૂતો નો ઉભો પાક પાણી વગર સુકાવા લાગ્યો
મોડાસા, 24 એપ્રિલ(હિ. સ.)પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હાલ મોડાસા થી ટીંટોઇ રેલ લાઇન લંબાવવા ની કામગીરી
મોડાસા ટીંટોઇ રેલ લાઇનના કામ દરમિયાન ખેડૂતના જતા ખેડૂતો નો ઉભો પાક પાણી વગર સુકાવા લાગ્યો


મોડાસા, 24 એપ્રિલ(હિ. સ.)પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હાલ મોડાસા થી ટીંટોઇ રેલ લાઇન લંબાવવા ની કામગીરી હાલ પ્રગતિ માં છે ત્યારે આ લાઇન ના કામ દરમિયાન ખેડૂતો ના ખેતરો માં વીજ કનેક્શન કપાઈ ગયા છે ,હાલ આસપાસના ગામો ના ખેડૂતો એ લગભગ 100 વિઘા કરતા વધુ જમીન માં જુવાર,બાજરી,એરંડા,અને ઘાસચારા નું વાવેતર કર્યું છે આ પાક લગભગ તૈયાર થવા આવ્યો છે હવે આ પાક ને પાણી ની જરૂર છે એક તરફ ઉનાળો આકરો છે ત્યારે વીજળી ના અભાવે પાણી ના મળવા ના કારણે પાક સુકાવા લાગ્યો છે ત્યારે ખેડુતો ની મહેનત અને ખાતર બિયારણ માથે પડે એમ છે ત્યારે ખેડૂતો એ સુકાતા પાક ને બચાવવા માટે તંત્ર પાસે ઝડપી વીજ કનેક્શન આપી ને વીજળી પૂર્વ વત કરવાની માંગ કરી છે

રેલવે વિભાગ યુજીવીસીએલ નો વાંક કાઢેછે અને યુજી વીસીએલ રેલવે વિભાગ નો વાંક કાઢેછે બંને ઝડ તંત્ર વચ્ચે નિર્દોષ ખેડૂતો પીસાઈ રહ્યા છે આ બંને ની લડાઈ માં આજે લગભગ 50 કરતા વધુ ખેડૂતો નો લાખો રૂપિયા ની ઉપજ મળે એવો ખેતીપાક નષ્ટ થવાના આરે છે જેને લઈ ખેડૂતો રોષે ભરાયા છે અને ઇસરોલ ગામ પાસે જ્યાં રેલવે ની કામગીરી ચાલુ છે ત્યાં જઈને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વીજળી આપવા ન્યાય ની માગ કરી છે અને જો વીજળી આપવા માં અહીં આવે તો દસ ગામ ના હજારો મતદારો એ ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande