પાટણ વિધાનસભા વિસ્તારમાં શાળા કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં શેઠ. વી. કે. ભુલા હાઈસ્કૂલનો પ્રથમ નંબર
પાટણ,24 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 અંતર્ગત ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર મતદાન જા
પાટણ સ્પર્ધામાં શેઠ. વી. કે. ભુલા હાઈસ્કૂલનો પ્રથમ નંબર


પાટણ,24 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 અંતર્ગત ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જે અંતર્ગત 18- પાટણ વિધાનસભા વિસ્તારમાં શાળાકક્ષાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રંગોળી હરિફાઈમાં ભાગ લેનાર કુલ 8 શાળા પૈકી પ્રથમ નંબરે પાટણની વી. કે. ભૂલા, બીજા ક્રમે ઠક્કરબાપા કન્યાશાળા અને ત્રીજા ક્રમે એમ.એન.શાળા વિજેતા બની હતી.

વિજેતા શાળાઓને પ્રોત્સાહિત કરવા બુધવારના રોજ પાટણ શહેરની બગવાડા પ્રા. શાળા ખાતે પ્રથમ ત્રણ ક્રમે આવેલી વિજેતા શાળાઓ સહિત રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ 8 શાળાઓના સ્પર્ધકોએ સુંદર મજાની રંગોળીઓ તૈયાર કરી મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. જેમાં 18 પાટણ વિધાનસભા વિસ્તારની રંગોળી સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલી શાળાના સ્પર્ધકોને પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીએ ઉપસ્થિત રહી પુરસ્કાર આપી સન્માનિત કરી મતદાન જાગૃતિ અંતર્ગત આયોજિત રંગોળી સ્પર્ધાના કાર્યક્રમની સરાહના કરી હતી.

બગવાડા શાળા ખાતે આયોજિત રંગોળી સ્પર્ધાના નિર્ણાયક પદે જગદીશભાઈ ગોસાઈ, સીડીપીઓ પાટણ ઉર્મિલાબેન પટેલ, સીડીપીઓ સરસ્વતી હેતલબેને પોતાની સેવાઓ આપી હતી. આ કાર્યક્રમમાં ઈઆઈ મનિષાબેન પ્રજાપતિ, કનુભાઈ દેસાઈ, બીઆરસી મીનાબેન, ઉત્તમભાઈ સહિત શાળાના શિક્ષકો અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/હર્ષ શાહ


 rajesh pande