પાટણ શહેરના શ્રી ગુણવંતા હનુમાનજી દાદાના મંદિર પરિસર ખાતે સંગીત મય શૈલીમાં સુંદરકાંડનું પઠન કરાયું
પાટણ,24 એપ્રિલ (હિ.સ.) પાટણ શહેરના શ્રી હનુમાન દાદાજીના મંદિર પરિસરોમાં હનુમાન જયંતીના પાવન પ્રસંગે
પાટણ સંગીત મય શૈલીમાં સુંદરકાંડનું પઠન કરાયું


પાટણ સંગીત મય શૈલીમાં સુંદરકાંડનું પઠન કરાયું


પાટણ સંગીત મય શૈલીમાં સુંદરકાંડનું પઠન કરાયું


પાટણ,24 એપ્રિલ (હિ.સ.) પાટણ શહેરના શ્રી હનુમાન દાદાજીના મંદિર પરિસરોમાં હનુમાન જયંતીના પાવન પ્રસંગે વિવિધ ધાર્મિક ઉત્સવોની સાથે સાથે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. પાટણના શ્રી ગુણવંતા હનુમાન દાદાના મંદિર પરિસર ખાતે પણ ભાવિક ભક્તો દ્વારા હનુમાન જયંતીના પર્વની ભક્તિ સભર માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.

વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો ભગવાનના દર્શન પ્રસાદ માટે મંદિર પરિસર ખાતે પધાર્યા હતા. રાત્રે મંદિર પરિસરમાં શ્રી ગુણવંતા હનુમાનજી દાદા સન્મુખ પાટણ શહેરના જાણીતા કલાકાર રાકેશભાઈ સ્વામી, પરેશભાઈ રામી, ગોપાલભાઈ રાવળ, મનોજભાઈ લીમ્બાચીયા, રાજુભાઈ જોષી અને આસ્થા સાઉન્ડ વાળા અનિલભાઈ પ્રજાપતિ સહિતના તેમના કલાવૃંદ દ્વારા સંગીતની મધુર શૈલીમાં હનુમાનજીના ગુણગાન સાથે સુંદરકાંડનુ પઠન કરવામાં આવ્યું હતું. જેનું મોટી સંખ્યામાં ભકતોએ ઉપસ્થિત રહી રસપાન કરી શ્રી ગુણવત્તા હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/હર્ષ શાહ


 rajesh pande