જિલ્લા વિકાસ અધિકારીએ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમા રૂબરૂ મુલાકાત લઈ મતદારોને જાગૃત કર્યા
- રાજકોટ પૂર્વ વિસ્તારમાં મતદાન સઘન ઝુંબેશ દરમિયાન લોકોને મતદાનનો મહિમા સમજાવાયો રાજકોટ/અમદાવાદ,24
The District Development Officer made a personal visit to the Rajkot Rural Assembly area to sensitize the voters


- રાજકોટ પૂર્વ વિસ્તારમાં મતદાન સઘન ઝુંબેશ દરમિયાન લોકોને મતદાનનો મહિમા સમજાવાયો

રાજકોટ/અમદાવાદ,24 એપ્રિલ (હિ.સ.) આગામી લોકશાહીના પર્વ એવા લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં રાજકોટ જિલ્લાના મતદારો મતદાનની પવિત્ર ફરજ બજાવે અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરણા આપે તે માટે સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો તેમજ જનતા જનાર્દન સાથે બેઠકો યોજીને મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેએ 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારની સોસાયટીઓની મુલાકાત લઈ લોકોને મતદાન વિષે સમજૂત કરી, લોકોને મતદાનના શપથ લેવડાવ્યા હતા.

લોકજાગૃતિની આ ઝુંબેશ અંતર્ગત 68 રાજકોટ પુર્વ વી.મ.વીમાં જિલ્લા પુરવઠા અધિકારી, તથા મામલદાર રાજકોટ પુર્વના માર્ગદર્શનમા મતદાર જાગૃતિ 15 દિવસ સઘન ઝુંબેશ અંતર્ગત વૉર્ડ નં.4 આસ્થા વેન્ટિલા વિસ્તાર, વૉર્ડ નં.15 રામનગર વિસ્તાર, વૉર્ડ નં.3 શાશ્વત પાર્ક રેલનગર વિસ્તાર અને વૉર્ડ નં.16 ન્યૂ સાગર સોસાયટી વિસ્તારમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તમામને મતદાન કરવા પ્રોત્સાહિત કરી, ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અને કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ પણ લોકશાહીના પર્વમાં ભાગ લેવા પ્રતિબધ્ધતા દર્શાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande