જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 329 ગ્રામ પંચાયતમાં મહેંદી અને રંગોળી દ્વારા મહિલા મતદાન જાગૃતિ
- સ્વ-સહાય જૂથ અને ગ્રામ સંગઠનના બહેનોએ હું અવશ્ય મતદાન કરીશનો સંકલ્પ લીધો સોમનાથ/અમદાવાદ,24 એપ્રિલ
GRAM PANCHAYAT MAHENDI AND RANGOLI 


- સ્વ-સહાય જૂથ અને ગ્રામ સંગઠનના બહેનોએ હું અવશ્ય મતદાન કરીશનો સંકલ્પ લીધો

સોમનાથ/અમદાવાદ,24 એપ્રિલ (હિ.સ.) જિલ્લાના ગામોમાં સ્વ-સહાય જૂથ તથા ગ્રામ સંગઠનના બહેનો દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષીને 329 ગ્રામ પંચાયતમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતાં.

જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને મહિલાઓ પણ લોકશાહીના અવસરમાં બહોળી સંખ્યામાં સહભાગી બનીને મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરે તે માટે ગ્રામ પંચાયતોમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથની બહેનો અને ગ્રામ સંગઠનના બહેનોને મતદાનના મહત્વ વિશે સમજાવીને આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ અવસરે લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મહિલાઓ મતદાન કરવા પ્રેરિત થાય તે માટે મતદાનનો અનુરોધ કરતી મહેંદી મૂકવામાં આવી હતી. તેમજ રંગોળી બનાવીને મતદાન જાગૃતિ થાય તે માટેનો પ્રયાસ કરી ‘હું અવશ્ય મતદાન કરીશ’નો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande