મતદાન જાગૃતિ માટે સંજાણમાં માનવ સાકળ રચી બાઈક રેલી કાઢવામાં આવી
વલસાડ,24 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અંતર્ગત 26 – વલસાડ લોકસભા બેઠક માટે 182 ઉમરગામ
મતદાન જાગૃતિ માટે સંજાણમાં માનવ સાકળ રચી બાઈક રેલી કાઢવામાં આવી


વલસાડ,24 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અંતર્ગત 26 – વલસાડ લોકસભા બેઠક માટે 182 ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સવારે 8 કલાકે સંજાણ સ્ટેશન શાળા ખાતે “અવસર”ની આકૃતિમાં માનવ સાંકળની રચના કરી મદદનીશ ચૂંટણી અધિકારી અંકિત ગોહિલે બાઇક રેલીને પ્રસ્થાન કરાવી હતી. જેમાં ઉમરગામ તાલુકાના 150 જેટલા બાઇક સવાર કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ રેલી સંજાણ સ્ટેશન શાળાના મેદાનથી પ્રસ્થાન કરી સંજાણ ઝંડા ચોક, બજાર વિસ્તાર ઊદવા રોડ,રાયવાડી અને સંજાણ બંદર થઇ શાળાના મેદાનમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલી દ્વારા ઉમરગામના જાહેર માર્ગો પર મતદાન જાગૃતિ માટે આહવાન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં સ્વીપ નોડેલ અધિકારી –વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણધાધિકારી ડી.બી.વસાવા, ઉમરગામ મામલતદાર –વ-તાલુકા સ્વીપ નોડેલ અધિકારી અને બી.આર.સી. હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande