23-બારડોલી અને 25-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના મતવિસ્તારોમાં 7મી મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે
સુરત, 25 એપ્રિલ (હિ.સ.) 23-બારડોલી અને 25-નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત શહેર-જિલ્લાના વ
23-બારડોલી અને 25-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના મતવિસ્તારોમાં 7મી મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે


સુરત, 25 એપ્રિલ (હિ.સ.) 23-બારડોલી અને 25-નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત શહેર-જિલ્લાના વિધાનસભા મતવિસ્તારોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. 24-સુરત સંસદીય મતવિસ્તારની બેઠક બિનહરીફ જાહેર થવાથી હવે આગામી 7 મે ના રોજ મતદાન થશે નહીં. પરંતુ સુરત શહેરમાં કુલ 12 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં માત્ર 7 વિધાનસભા મતવિસ્તારો (1) 155-ઓલપાડ (2) 159-સુરત પૂર્વ (3) 160-સુરત ઉત્તર (4) 161-વરાછા રોડ (5) 162-કરંજ (6) 166-કતારગામ (7) 167-સુરત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારોમાં તા.7/5/2024 ના રોજ ચૂંટણી યોજાનાર નથી. તે સિવાયના શહેરમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારો (1) 163-લિંબાયત (2) 164-ઉધના (3) 165-મજુરા (4) 168-ચોર્યાસીનો સમાવેશ 25-નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવેશ થતો હોવાથી ત્યાં આગામી 7 મે ના રોજ તમામ મતદાન મથકોમાં સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. તેવી જ રીતે 23-બારડોલી સંસદીય મતવિસ્તારોમાં સમાવિષ્ટ (1) 156-માંગરોળ (2) 157-માંડવી (3) 158-કામરેજ (4) 169-બારડોલી અને (5) 170-મહુવા વિધાનસભા મતવિસ્તારોમાં આગામી તા.7/5/2024ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી દરેક મતદાન મથકોમાં મતદાન યોજાશે. આજ પ્રમાણે 23-બારડોલી સંસદીય મતવિસ્તારોમાં સમાવિષ્ટ (1) 156-માંગરોળ (2) 157 -માંડવી (3) 158-કામરેજ (4) 169- બારડોલી અને (5) 170-મહુવા વિધાનસભા મતવિસ્તારોમાં આગામી 7 મે ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી દરેક મતદાન મથકોમાં મતદાન યોજાનાર છે. આમ સુરત શહેરમાં સમાવિષ્ટ 7 વિધાનસભામાં મતવિસ્તારો સિવાય તમામ વિસ્તારોમાં ચૂંટણી યોજાનાર છે. જેથી આ 7વિધાનસભા મતવિસ્તારો સિવાયના મતદારોએ તા.7મી એ પોતાના મતદાન મથકોએ જઈ મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande