નવરચના હાયર સેકન્ડરી સ્કૂલ સમા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વડોદરા/અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વડોદરાના નિર્દેશનમાં ટીમ સ્વીપ વ
A voting awareness program was held at Navarachna Higher Secondary School Sama


વડોદરા/અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વડોદરાના નિર્દેશનમાં ટીમ સ્વીપ વડોદરાના કૉઓડિનેટર ડૉ. સુધીર જોશીના માર્ગદર્શનમાં નવરચના હાયર સેકન્ડરી સ્કૂલ, સમા-વડોદરા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ડૉ. સુધીર જોશીએ મત-મતદાર અને મતદાન પ્રક્રિયા વિશે માહિતી અને જાણકારી આપી તેમજ વિદ્યાર્થીઓને ચેન્જ એજન્ટ બનાવી તેમના દ્વારા મહતમ મતદાન માટે તેમના કુટુંબીઓ – મિત્રો તથા પરિવારોને અપીલ કરવા પ્રેરિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને અચૂક મતદાન માટેના શપથ લીધા હતા.

આ પ્રસંગે શાળાના આચાર્ય સુપ્રભા મેનન, એડમીનીસ્ટ્રેટર બીજુ કુરીયન, કૉ-ઓડિનેટર અનધા કોટેશ્વર, અને ટીમ સ્વીપ વડોદરા દ્વારા લોકતંત્રને મજબૂત બનાવવા તેમજ મહતમ મતદાન માટે નિરંતર પ્રયાસો થઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર//હર્ષ શાહ


 rajesh pande