સંત કબીર ઇન્ટરનેશનલ સ્કૂલ ચાપડ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- વિદ્યાર્થીઓએ નાટ્ય દ્વારા વડોદરાના મતદારોને મતદાન માટે કરી અપીલ વડોદરા/અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.)
A voting awareness program was held at Sant Kabir International School Chapad


- વિદ્યાર્થીઓએ નાટ્ય દ્વારા વડોદરાના મતદારોને મતદાન માટે કરી અપીલ

વડોદરા/અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) સ્વીપના કો-ઓડિનેટર ડો. સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ સંત કબીર ઇન્ટરનેશનલ સ્કૂલ, ચાપડ ખાતે ભવ્ય મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં વિદ્યાથીઓના બે ગ્રુપો દ્વારા ગ્રુપ ડિસ્કશન સાથે પરિસંવાદ અને લોકતંત્ર કઈ રીતે મજબૂત બની શકે તે માટે ચર્ચા કરવામાં સાથે વિદ્યાર્થીઓએ નાટ્ય દ્વારા સુંદર પ્રસ્તુતિ કરી વડોદરાના મતદારોને સો ટકા મતદાન માટે અપીલ કરવામાં આવી હતી.

ડો.સુધીર જોશીએ મત-મતદાર અને મતદાન પ્રક્રિયા વિશે માહિતી અને જાણકારી આપી તેમજ વિદ્યાર્થીઓને ચેન્જ એજન્ટ બનાવી તેમના દ્વારા મહતમ મતદાન માટે તેમના કુટુંબીઓ – મિત્રો તથા પરિવારોને અપીલ કરવા પ્રેરિત કર્યા હતા.વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને અચૂક મતદાન માટેના શપથ લીધા હતા.

આગામી સમયમાં સંત કબીર ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓની ટીમ શહેરના વિવિધ મોલ તથા મુખ્ય વિસ્તારોમાં નાટક તથા ફ્લેશમોબ દ્વારા મહતમ મતદાન માટે વડોદરાના મતદારોને અપીલ કરવા માટે કટીબદ્ધ થયા.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande