અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જૂથ અથડામણ,એક મહિલાનું મોત
અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં આવેલ રાધે કૃષ્ણ મંદિરમાં ઉજવાતા પ્રાણપ્રતિષ્
અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જૂથ અથડામણ,એક મહિલાનું મોત


અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં આવેલ રાધે કૃષ્ણ મંદિરમાં ઉજવાતા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મામલોબીચકતા થયેલ જૂથ અથડામણમાં મોત બાદ વિવાદ વકર્યો છે. જેમાં એક મહિલાનું મોત થયું હતું. મૃતક મહિલાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે. બુધવારે સાંજે એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારાના બનાવમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે છથી સાત લોકો ઘાયલ થયા હતા. રાધે કૃષ્ણ મંદિરમાં દર પાંચ વર્ષે થતાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણ નામ લખાવવા બાબતે મામલો બિચક્યો હતો. જેમાં બે પક્ષના 20થી વધુ લોકો સામસામે આવી ગયા.

આ વિસ્તારમાં 30થી 35 વર્ષ જૂનુ રાધે કૃષ્ણ મંદિર આવેલું છે. દર પાંચ વર્ષે આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવે છે. આ મંદિરમાં યોજાતા ધાર્મિક કાર્યક્રમમાં નામ લખાવવા બાબતે એક જ કોમના બે પક્ષના લોકો ભેગા થયા હતા. ત્રણેક દિવસ પહેલા પણ આ બાબતે બોલાચાલી ઝગડો થયો હતો. જોકે, તે બાબતે કોઇ કાર્યવાહી થઇ ન હતી. તેવામાં બુધવારે સવારે પણ માથાકૂટ થયા બાદ સમાધાન થયુ હતું. ત્યાં સાંજે ફરી આ મામલે ધિંગ્ગાણુ સર્જાયુ હતું.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande