માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અતિ વ્યસ્તતા વચ્ચે પૂર્ણ કરતા છોટાઉદેપુર ચૂંટણી અધિકારી અને કલેકટર
- પરિક્રમા દરમિયાન છોટાઉદેપુર DDO સચિનકુમાર, નર્મદાના પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી અને નાંદોદ પ્રાં
Chhotaudepur Election Officer completing the Panchkoshi Parikrama of the Narmadas North Channel 


- પરિક્રમા દરમિયાન છોટાઉદેપુર DDO સચિનકુમાર, નર્મદાના પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી અને નાંદોદ પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી પણ જોડાયા

રાજપીપલા/અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) નર્મદા જિલ્લામાં પુણ્ય સલિલા માં નર્મદાની યોજાઈ રહેલી ઉત્તરાવાહિની પંચકોશી પરિક્રમા હવે મધ્યાંતરે પહોંચી છે. પરિક્રમાના પ્રારંભથી જ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઉભી કરાયેલી જરૂરી પ્રાથમિક સુવિધાઓ સહિત તેમની સલામતી અને આરોગ્ય વિષયક સેવાઓ 24x7 કલાક પુરી પાડવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને અનુકૂળતા સમયે પરિક્રમા કરે છે. દિવસે વધુ ગરમી હોવાને કારણે રાત્રિ પરિક્રમા અનુકૂળતાએ કરતા હજારો પરિક્રમાવાસીઓ આસ્થા-શ્રદ્ધા સાથે પરિક્રમામાં ગ્રૃપ સાથે જોડાય છે.

પંચકોશી પરિક્રમા અર્થે 23 એપ્રિલને મંગળવારની રાત્રિએ છોટાઉદેપુરના ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.અનિલ ધામેલિયા આવી પહોંચ્યા હતા. તેઓએ પણ એક સામાન્ય પરિક્રમાર્થીની માફક રામપુરા ખાતેથી પરિક્રમા શરૂ કરી પરત રામપરા ખાતે 2.45 કલાકના સમયમાં 14 કિમીની આ પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભી હતી. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા રૂટ ઉપર ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરિક્ષણ કરી તેઓએ ભારોભાર પ્રસંશા કરી હતી. વ્યસ્તતા વચ્ચેપણ પરિક્રમા પૂર્ણ કરી હતી.

આ પરિક્રમા દરમિયાન કલેક્ટરની સાથે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, નર્મદા જિલ્લા પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા નાંદોદના પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી પણ જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande