અમદાવાદ પૂર્વ અને પશ્રિમ લોકસભા બેઠકોમાં વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને મળી ઘરે બેઠા મતદાન કરવાની તક
- 24 એપ્રિલથી શરૂ થયેલી વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને ઘરે બેઠાં મતદાનની પ્રક્રિયા 27મી એપ્રિલ સુધી ચા
In Ahmedabad East and West Lok Sabha constituencies, senior citizens and disabled voters have the opportunity to vote at home


- 24 એપ્રિલથી શરૂ થયેલી વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને ઘરે બેઠાં મતદાનની પ્રક્રિયા 27મી એપ્રિલ સુધી ચાલશે

- વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ મતદાન પર્વમાં સહભાગી થઈને નાગરિકોને કરી અચૂક મતદાનની અપીલ

અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન. ‘એવરી વોટ કાઉન્ટ્સ’ના ધ્યેયમંત્ર સાથે અમદાવાદ જિલ્લાનું ચૂંટણી તંત્ર વરિષ્ઠ અને દિવ્યાંગ લોકો, જેમના માટે મતદાન મથક સુધી પહોંચીને મતદાન કરવું મુશ્કેલ હોય, તેમને ઘરે બેઠાં મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવાની તક આપવામાં આવી રહી છે.

અમદાવાદ પશ્રિમ લોકસભા બેઠકના 85 વર્ષથી વધુ વયના 721 મતદારો તથા 45 જેટલા દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરશે, જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભાબેઠકના 218 વરિષ્ઠ મતદારો અને 36 જેટલા દિવ્યાંગ મતદારો ઘરેથી જ મતદાન કરીને લોકશાહીના પર્વમાં થશે સહભાગી.સંપૂર્ણ ગુપ્તતા જળવાય એવી પ્રક્રિયા થકી ચૂંટણી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ ઘરે-ઘરે જઈને મત મેળવી રહ્યા છે

24 એપ્રિલથી શરૂ થયેલી વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને ઘરે બેઠાં મતદાનની પ્રક્રિયા

27મી એપ્રિલ સુધી ચાલવાની છે. અમદાવાદ પશ્રિમ લોકસભા બેઠકના 85 વર્ષથી વધુ વયના

721 મતદારો તથા 45 જેટલા દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે, જ્યારે

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના 218 વરિષ્ઠ મતદારો અને 36 જેટલા દિવ્યાંગ મતદારો

ઘરેથી જ મતદાન કરીને લોકશાહીના પર્વમાં થશે સહભાગી થશે. અમદાવાદ જિલ્લામાં

વિધાનસભા બેઠક પ્રમાણે વ્યવસ્થા ગોઠવીને ચૂંટણી તંત્ર વયોવૃદ્ધ મતદારો અને દિવ્યાંગ

મતદારોને તેમના ઘરે જઈને મતાધિકારનો ઉપયોગ કરવાની સવલત પૂરી પાડી રહ્યું છે.

વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા બેઠા જ મતદાન કરવાની મળેલી સુવિધા

બદલ ચૂંટણી તંત્રનો હૃદયપૂર્વક આભાર માની રહ્યા છે. સાથે સાથે તેઓ મતદારોને અચૂક

મતદાન કરવા અપીલ પણ કરી રહ્યા છે.

અમદાવાદ પશ્રિમ લોકસભાના 766 જેટલા વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મતદારોના ઘરે

જઈને મત મેળવવાની પ્રક્રિયા ચૂંટણી તંત્રે આરંભી દીધી છે. અમદાવાદ પશ્રિમ લોકસભાના

એલીસબ્રિજ વિધાનસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ વયના 332 અને 12 દિવ્યાંગ મતદારો

છે, અમરાઈવાડીમાં 85 વર્ષથી વધુ વયના 21 અને 3 દિવ્યાંગ મતદારો છે, દરિયાપુરમાં 85

વર્ષથી વધુ વયના 24 અને 5 દિવ્યાંગ મતદારો, જમાલપુર-ખાડિયામાં 85 વર્ષથી વધુ વયના

37 અને 1 દિવ્યાંગ મતદાર, મણિનગરમાં 85 વર્ષથી વધુ વયના 220 અને 11 જેટલા દિવ્યાંગ

મતદારો, દાણીલીમડામાં 85 વર્ષથી વધુ વયના 27 અને 8 દિવ્યાંગ મતદારો અને

અસારવામાં 85 વર્ષથી વધુ વયના 60 અને 5 દિવ્યાંગ મતદારો, આમ 85 વર્ષથી વધુ વયના

721 મતદારો તથા 45 જેટલા દિવ્યાંગ મતદારો મળી કુલ 766 જેટલા મતદારો ઘેર બેઠા

ચૂંટણી તંત્રની મદદથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

તેવી જ રીતે અમદાવાદ પૂર્વ લોકસભાના 254 જેટલા વયોવૃદ્ધ તથા દિવ્યાંગ

મતદારોના ઘરે જઈને ચૂંટણી તંત્ર તેમને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવી રહ્યું છે.

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના દહેગામ વિધાનસભા મતવિસ્તારના 85 વર્ષથી વધુ વયના

60 અને 10 જેટલા દિવ્યાંગ મતદારો, ગાંધીનગર દક્ષિણના 85 વર્ષથી વધુ વયના 76 અને 7

જેટલા દિવ્યાંગ મતદારો, વટવાના 85 વર્ષથી વધુ વયના 17 તથા 3 જેટલા દિવ્યાંગ

મતદારો, નિકોલના 85 વર્ષથી વધુ વયના 9 અને 1 દિવ્યાંગ મતદાર, નરોડાના 85 વર્ષથી

વધુ વયના 24 તથા 2 દિવ્યાંગ મતદારો, ઠકકરબાપાનગરના 85 વર્ષથી વધુ વયના 9 અને

8 જેટલા દિવ્યાંગ મતદારો અને બાપુનગરના 85 વર્ષથી વધુ વયના 23 અને 5 જેટલા

દિવ્યાંગ મતદારો, આમ 85 વર્ષથી વધુ વયના 218 અને 36 જેટલા દિવ્યાંગ મતદારો મળી

કુલ 254 મતદારો ઘેર બેઠા મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે.એ જણાવ્યું હતું કે

ચૂંટણીના અધિકારીઓ અને કર્મચારીઓ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે ઘરે જઈને

મતદાન કરાવી રહ્યા છે. મતદાનની આ પ્રક્રિયામાં ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પાલન થાય

તથા સંપૂર્ણ ગુપ્તતા જળવાઈ રહે, તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદ

શહેર-જિલ્લાના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો સુગમતાથી મતદાન કરી શકે, તે માટેની

વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર 85 વર્ષથી વધુ

વયના મતદારો અને અમુક પ્રમાણથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી

મતદાનની સુવિધા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે

અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્રિમ લોકસભાના સમાવિષ્ટ તમામ

વિધાનસભામાં ઘર બેઠા મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે, જે 27મી એપ્રિલ સુધી ચાલુ

રહેશે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande