દરેક વ્યક્તિમાં જનેતા જીવતી હોય છે, જે સ્વભાવ અને વર્તનમાં દેખાય છે : થર્સ-ડે થોટ્
સુરત, 25 એપ્રિલ(હિ. સ.). વિચારો જ કાર્યને ગતિ કે નિયંત્રિત કરતા હોય છે. વર્તમાન સમયે સારા અને પ્રેરક
થર્સ-ડે થોટ્


સુરત, 25 એપ્રિલ(હિ. સ.). વિચારો જ કાર્યને ગતિ કે નિયંત્રિત કરતા હોય છે. વર્તમાન સમયે સારા અને પ્રેરક વિચારોની વધુ જરૂર છે એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવાર સવારે ‘વિચારોનું વાવેતર’ કરવામાં આવે છે. તારીખ:૨૫/૦૪/૨૦૨૪ ના રોજ ૫૮ માં થર્સ-ડે થોટ્ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, કુદરતે માતા-પિતાને માધ્યમ બનાવીને માણસનું સર્જન કર્યું છે. માણસના જીવનમાં કુદરત પછીનું સ્થાન તેની ‘જનેતા’નું છે. માણસના મનોજગતમાં ‘માં’ના વિચાર બીજ હોય છે. માતાથી જ આપણો સ્વભાવ બને છે અને વર્તન અને અભિગમ ઘડાય છે. બાળક એટલે ‘માં’નુ ક્લોન. જમીન કરતાં બીજનું મહત્વ વધારે છે. એક જ ખેતરમાં એક જ પાણીથી ઉગેલા શેરડી, લીમડો, લીંબુડી અને મરચી જુદો-જુદો સ્વાદ આપે છે. કારણ, જમીન નહીં.. બીજ છે. એટલે નવો વિચાર આપતા જણાવ્યું કે. “દરેક માણસમાં જનેતા જીવતી હોય છે જે સ્વભાવ અને વર્તનમાં દેખાય છે.”

સગા બે ભાઈઓના બાળકોની યાદશક્તિ કે સમજણ અને ક્ષમતા જુદી-જુદી હોય છે. કારણ બાળકોની બુદ્ધિ, શક્તિ, યાદશક્તિમાં તેમની ‘માં’ની ભૂમિકા વધુ હોય છે. પરિણામે, સ્વભાવ જુદા-જુદા હોય છે. કુદરતની સાથે માતા-પિતાને પણ ન ભૂલવા જોઈએ. કુદરતની સાથે માતા-પિતા પ્રત્યેનો કૃતજ્ઞતાભાવ મનને ઊર્જા આપે છે. આપણા વિચારો આપણા કર્મને નિયંત્રિત કરે છે. દ્રઢ વિચારો પડકારોને પહોંચી વળવા આપણને સક્ષમ બનાવે છે. જ્યારે, નિષ્ફળતાનો ડર આપણને આગળ વધતા અટકાવે છે.

“માં” ગુરુ છે. જે જીવનમાં દિશા અને પ્રેરણા આપે છે : રાજેશ બોરડ, સેફ એન્જિનિયરિંગ

હજીરામાં એલ એન્ડ ટી સાથે ડિફેન્સ ઇન્સ્ટ્રુમેન્ટમાં ફેબ્રિકેશનનું કામ કરનાર સેફ એન્જિનિયરિંગ કંપનીના શ્રી રાજેશભાઈ જે. બોરડે જણાવ્યું હતું કે, વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વની વ્યક્તિ તેની ‘માં’ છે માત્ર ચાલતા નથી શીખવાડતી. પરંતુ, જીવન જીવવાનો રસ્તો દેખાડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે.. સ્ત્રી એક શક્તિ છે. ‘માં’ શ્રેષ્ઠ ગુરુ છે. જે જીવનમાં દિશા અને પ્રેરણા આપે છે. યુવા બિઝનેસમેન ને તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં જ્યારે કોઈ તકલીફ આવે ત્યારે જ એક સોલ્યુશન મળે છે, જેના થકી તમે જીવનમાં આગળ વધી શકો છો. પડકારો સામે કદી હારશો નહીં.

”દ્રઢસંકલ્પ અને સાહસ જ સફળતા અપાવે છે.”- મનોજભાઈ બાબરીયા

ઉજ્જૈનમાં ‘મહાકાલેશ્વર’ના પરિસરનું ડેવલોપમેન્ટ કરનાર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર શ્રી મનોજભાઈ પી બાબરીયા દાતાટ્રસ્ટી બનતા અભિવાદનના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે.. ધંધામાં દૂરનું વિચારો, સફળતા ચોક્કસ મળશે. શૂન્ય માંથી ૧૫૦૦ કરોડના ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટસનું કામ કરતી એમ પી. બાબરીયા કંપની બનાવનાર શ્રી મનોજભાઈ પી. બાબરીયા એ વધુમાં જણાવ્યું કે, દ્રઢ સંકલ્પ અને સાહસ જ સફળતા અપાવે છે. સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા સાથે રહીશનો સંકલ્પ તેમણે કર્યો હતો.

દાતાશ્રીઓનું અભિવાદન

સુરતમાં નિર્માણાધીન ‘જમનાબા ભવન’ તથા ‘કિરણ મહિલા ભવન’ માટે મહાનુભવો તરફથી સહયોગ મળી રહ્યો છે. મૂળ ગાધકડા ગામના વતની અને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર શ્રી મનોજભાઈ પી. બાબરીયા તથા શ્રી ગોવિંદભાઈ કયાડા રામકૃષ્ણ ડાયમંડવાળા એ દાતાટ્રસ્ટી બનવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. સમાજ કલ્યાણ માટે સહયોગ આપવો તે સમાજ અને રાષ્ટ્ર માટે કૃતજ્ઞતાભાવ છે. તેમની ઉમદા ભાવના બદલ તેમનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે ગાધકડાથી પધારેલા ગાંધી વિચારવાદી શ્રી નાથાબાપા દોંગાની સરળ અને ઉમદા વિચારની નોંધ લઈ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગત ગુરુવારનો વિચાર રજૂ કરતા શ્રી નરેશભાઈ લકકડે જણાવ્યું હતું કે,’ સાંસારિક જીવનમાં સ્ત્રીની ભૂમિકા વધુ મહત્વની છે.’ કાર્યક્રમનું સંચાલન અને સંકલન યુવા ટીમ અને હાર્દિક ચાંચડે કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/મહેન્દ્ર પ્રસાદ/બિનોદ


 rajesh pande