એસવીઆઇટી નું ગૌરવ, ડૉ.દિશા પટેલ ને પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત
વડોદરા/અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) ધી ન્યુ ઇંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ,વાસદ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ
Pride of SVIT, Dr. Disha Patel awarded Ph.D.


વડોદરા/અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) ધી ન્યુ ઇંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ,વાસદ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (SVIT)ના અધ્યાપીકા દિશા પટેલે પોતાનો સંશોધન કાર્ય,સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગરના ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર ડૉ.આશિષ મહેતાના માર્ગદર્શન હેઠળ કર્યો હતો. A study of foreign direct investment flows and its impact on industrial development in Gujarat વિષય પર મહાન નિબંધ રજૂ કરવામાં આવતા તેમને પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. ડૉ.દિશા પટેલ ને SVIT પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

એસ.વી.આઇ.ટી.વાસદના અધ્યક્ષ રોનક પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિક પટેલ,મંત્રી ગૌરાંગ પટેલ, સહ મંત્રી નૈતિક પટેલ,ખજાનચી અલ્પેશ પટેલ,ટ્રસ્ટી સતિષ પટેલ,સંજય પટેલ,હેમંત પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશ પટેલ, આચાર્ય ડૉ.ડી.પી.સોની અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી ડૉ. દિશા પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande