કલેકટર કચેરી ખાતે ચૂંટણી નિરીક્ષકોએ નોડલ અધિકારીઓની કામગીરીની કરી સમીક્ષા
- નોડલ અધિકારીઓ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને સૂચનાઓ મુજબ કામગીરી કરે: ચૂંટણી નિરીક્ષકો જી. જગદીશા
કલેકટર કચેરી ખાતે ચૂંટણી નિરીક્ષકોએ નોડલ અધિકારીઓની કામગીરીની કરી સમીક્ષા


- નોડલ અધિકારીઓ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને સૂચનાઓ મુજબ કામગીરી કરે: ચૂંટણી નિરીક્ષકો જી. જગદીશા

વડોદરા/અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) વડોદરા કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ,ચૂંટણી નિરીક્ષક જી.જગદીશા, ચૂંટણી ખર્ચ નિરીક્ષક સત્યપાલ કુમાર,પોલીસ નિરીક્ષક નિવેદિતા કુમારની ઉપસ્થિતિમાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ચૂંટણી નિરિક્ષકોએ નોડલ અધિકારીઓનીકામગીરીની સમીક્ષા કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે,લોકસભાની સામાન્ય ચૂંટણીના સુચારુ અને અસરકારક સંચાલન માટે જિલ્લાચૂંટણી અધિકારી બિજલ શાહે 20 જેટલા તંત્રના અધિકારીઓને નોડલ અધિકારી તરીકેની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ચૂંટણી નિરીક્ષક જી. જગદીશાએ વડોદરા લોકસભાની મુક્ત,ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી માટે નોડલ અધિકારીઓને ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને સૂચનાઓ મુજબ કામગીરી કરવા જણાવ્યું હતું.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી ચૂંટણી. લક્ષી કામગીરીથી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણી ખર્ચ અને ટીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ ટીપ અંતર્ગત શહેર જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી.આ ઉપરાંત તમામ નોડલ અધિકારીઓ કરેલ કામગીરીની વિગતો આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર//હર્ષ શાહ


 rajesh pande