મતદાન જાગૃતિ માટે સમાજના તમામ વર્ગોને સ્પર્શતો Turnout Implementation Plan - TIP
- હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડકોર્ટના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ, વેપાર - ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચા
Turnout Implementation Plan - TIP touching all sections of society for voting awareness


- હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડકોર્ટના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ, વેપાર - ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓને મતાધિકાર વિશે જાગૃત કરવા વિવિધ પ્રયાસો

- ભૂતકાળમાં 50 ટકા કે તેથી ઓછું મતદાન હોય તેવી 40 સોસાયટી અને પુરુષ- સ્ત્રી મતદાનમાં 10 ટકા કે તેથી વધુ તફાવતવાળી 35 સોસાયટીઓમાં જઈને લોકોને જાગૃત કરાયા

અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાનના લક્ષ્યને પાર પાડવા ચૂંટણી તંત્ર દ્વારા તૈયાર કરાયેલા Turnout Implementation Plan - TIP- ૨૦૨૪ અંતર્ગત સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ફૂડ વિભાગના એફ.એસ.ઓ. ઓઢવ, વસ્ત્રાલ વોર્ડમાં આવેલ હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મતદાન જાગૃતિ અંતર્ગત આંગણવાડીઓ દ્વારા ચાલતી SVEEPની પ્રવૃતિમાં 2128 આંગણવાડીમાં રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 8728 લોકોએ રંગોળી તૈયાર કરવામાં ભાગ લીધો. સાથોસાથ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા મતદાન જાગૃતિ માટે જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ઘર મુલાકાત અને સામુહિક શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યા. જેમાં આંગણવાડી કાર્યકર અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી 106 સોસાયટી અને ફળિયા વિસ્તારની મુલાકાત જેમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યા. જેમાં 4870થી વધારે લોકો સહભાગી બન્યા હતા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા પણ SVEEP અંતર્ગત સામુહિક મતદાન શપથની પ્રવૃત્તિ કરવામાં આવી છે, જેમાં કુલ 30030 વ્યક્તિઓએ ભાગ લીધો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા મતદાન જાગૃતિ સબબ સામુહિક શપથની કામગીરીમાં અંદાજે 339 શાળાઓમાં 37080 વિદ્યાર્થીઓ, 3240 શિક્ષકો અને અને 2240 જેટલા વાલીઓ સામેલ થયા હતા અને 5500 સંકલ્પપત્રોનું એકત્રીકરણ કરવામાં આવ્યું.

જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા SVEEP અંતર્ગત અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર વિરમગામ, ધોળકા અને ધંધુકા ખાતે અનુદાનિત અને બિનઅનુદાનિત 257 શાળાઓના સંચાલકો સાથે MOU કરવામાં આવ્યા. 15 ડેઝ એક્ટિવિટી અંતર્ગત એક દિવસમાં 304 શાળાઓમાં 40659 વિદ્યાર્થીઓએ તેમના વાલીઓને મતદાન જાગૃતિ માટે શપથ લેવડાવ્યા હતા.

આ ઉપરાંત સ્કૂલ બોર્ડ અમદાવાદ દ્વારા ભૂતકાળમાં 50 ટકા કે તેથી ઓછુ મતદાન હોય તેવી 40 સોસાયટીની મુલાકાત લીધી અને પુરુષ- સ્ત્રી મતદાનમાં 10 ટકા કે તેથી વધુ તફાવતવાળી 35 સોસાયટીની મુલાકાત લીધી અને મતદાન જાગૃતિ અંગે બેઠક કરી મહત્તમ મતદાન થાય તે માટે સમજ આપી, વોટર અવેરનેસ ફોરમ ફિલ્મ દર્શાવવામાં આવી.

ઔધોગિક એકમો સાથે સંકળાયેલા લોકો અચૂક મતદાન કરે તે હેતુથી શાહીબાગના વૈભવલક્ષ્મી કોમ્પ્લેક્ષ અને સુમેલ-11, શાહપુરના રંગીલા પોળ, મહેંદી કુવાનું લીલામણી કોમ્પ્લેક્ષ , ટાટા મોટર્સ- કાંકરિયા અને સુમેલ-6 જેવાં ઔધોગિક કેન્દ્રો અને વિસ્તારોમાં કાર્યરત લોકોને મતદાન અંગે સમજ આપી અને અચૂક મતદાનના શપથ લેવડાવાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande