સ્વીપ એક્ટિવિટી અંતર્ગત પ્રાથમિક શાળા કક્ષાએ યોજાઈ રહ્યું છે મતદાર જાગૃતિ અભિયાન
- પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગામમાં જઈને સિગ્નેચર કેમ્પેઈન હાથ ધરાયું : મતદારોએ
Voter awareness campaign is being held at primary school level as part of sweep activity


- પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગામમાં જઈને સિગ્નેચર કેમ્પેઈન હાથ ધરાયું : મતદારોએ ઉત્સાહભેર ભાગ લઈ અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લીધા

રાજપીપલા/અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમિયન મહત્તમ મતદાન થાય તેના માટે જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે. નર્મદા જિલ્લામાં 21-ઉટાઉદેપુર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ 148 નાંદોદ વિધાનસભા અને ૨૨-ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ 149- દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં હાલમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો પુરજોશમાં ચાલી રહી છે.

આગામી 7 મેના રોજ મતદાન યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્વેતા તેવતિયા, TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીઅંકિત પન્નુના માર્ગદર્શન તેમજ સ્વીપ એક્ટિવિટી નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેની રાહબરીમાં સ્વીપ એક્ટિવિટી મતદાન જાગૃતિ અભિયાને વેગ પકડ્યો છે. જેના ભાગરૂપે દેડિયાપાડા અને સાગબારા તાલુકાની શાળાઓમાં શિક્ષકો-BLO દ્વારા ખાસ ઝૂંબેશના ભાગરૂપે સિગ્નેચર કેમ્પેઈન હાથ ધર્યું હતું. જેમાં ગામના મતદારોને મતદાન અંગેની સમજ આપી ફળિયામાં જઈને સિગ્નેચર કેમ્પેઈન કરતા તેમાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. મતદારોએ સિગ્નેચર કેમ્પેઈનમાં જોડાઈને અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ પણ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande