નેચર ફર્સ્ટ ક્લબના સભ્યો દ્વારા 3000 ગ્લાસ લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું
ગાંધીનગર,25 એપ્રિલ (હિ.સ.) નિરામય તંદુરસ્તી માટે નેચર ફર્સ્ટ ક્લબના સભ્યો દ્વારા 3000 ગ્લાસ લીમડાના
સેકટર- 1 ખાતે વિતરણ કરવામાં આવ્યું


ગાંધીનગર,25 એપ્રિલ (હિ.સ.) નિરામય તંદુરસ્તી માટે નેચર ફર્સ્ટ ક્લબના સભ્યો દ્વારા 3000 ગ્લાસ લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યુ. ગાંધીનગરમાં નેચર ફર્સ્ટ ક્લબના સભ્યો દ્વારા દર અઠવાડિયે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. વેસ્ટર્ન એગ્રી સીડ્સના ડૉ. એન. પી. પટેલ અને પૂર્વ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ ક્લબ સમાજ ઉપયોગી કાર્યો કરે છે.

ચૈત્રી નવરાત્રિ દરમિયાન જો લીમડાના મહોરના રસનું સેવન કરવામાં આવે તો આખું વર્ષ તાવ આવતો નથી અને નિરામય તંદુરસ્તી રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ ક્લબ દ્વારા ડૉ. આંબેડકર જયંતીથી લઈ હનુમાન જન્મોત્સવ સુધી લીમડાના મહોરના રસનું વિના મૂલ્યે વિતરણ ગાંધીનગર સેક્ટર- 1 મહાદેવ મંદિરે કરવામાં આવ્યું. આનો લાભ ગાંધીનગરના લગભગ 1500 લોકોએ લીધો. આવનાર લોકોને ઘરે રસ લઈ જવાની પણ સુવિધા આપવામાં આવી હતી. આ લીમડાના રસના વિતરણ કાર્યને સરાહના આપવા પારસમણિ ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાત સહિત ઘણા વિવિધ ક્ષેત્રના લોકોએ મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટના મુખ્ય કર્તા કુમાર લીમાની હતા જેઓ રોજ સવારે દરેક વ્યવસ્થાનું ધ્યાન રાખતા હતા. એમની સાથે જયેશ વાઘેલા, જી. પી. પટેલ, અરવિંદ કનાડા, પ્રમોદ દવે, ચંદુ પટેલ, જે. કે. પ્રજાપતિ, હર્ષદભાઈ, ભાવેશભાઇ, સુતરીયાભાઈ, તુષારભાઈ, રણછોડભાઈ, નરેન્દ્ર ભાવસાર વગેરે સભ્યોએ સેવા આપી હતી. આ દસ દિવસમાં લગભગ 3000 ગ્લાસ લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/હર્ષ શાહ


 rajesh pande