ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા 20 દંપતીઓ માટે સામૂહિક સીમંતોનયન સંસ્કાર વિધિનું આયોજન
ગાંધીનગર, 25 એપ્રિલ (હિ.સ.): ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઑફ એક્સટેન્શનના તપોવન વિભાગ દ
20 દંપતી જોડાયા હતા


20 દંપતી જોડાયા હતા


20 દંપતી જોડાયા હતા


ગાંધીનગર, 25 એપ્રિલ (હિ.સ.): ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઑફ એક્સટેન્શનના તપોવન વિભાગ દ્વારા સામૂહિક સીમંતોનયન સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવેલ. આ વિધિમાં કુલ 20 દંપતીએ ભાગ લીધેલો હતો.

કાર્યક્રમની શુભ શરુઆત દીપપ્રાગટ્ય અને તપોવન ગીત દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ જયદેવભાઈએ સગર્ભા બહેન તેમજ તેમના પતિને સંપૂર્ણ વૈદિક વિધિથી હવન કરાવ્યો હતો. જેના દ્વારા યુનિવર્સિટીના પ્રાંગણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થયો હતો. સંસ્કાર વિધિના આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના સહાયક મહાનિયામક ડૉ. ટી.એસ. જોશીએ સગર્ભા બહેનોને નિર્વિધ્ને તેમની ગર્ભયાત્રા પૂર્ણ થાય તથા સકારાત્મકતા પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપેલ. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સંજયભાઇ ગુપ્તાએ બહેનોને તેજસ્વી બાળક પ્રાપ્ત થાય તથા ઉજ્જવળ ભાવિ માટેની શુભકામનાઓ પાઠવી હતી. દંપતીને સંસ્કારવિધિમાં ભાગ લેવા બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. યજ્ઞવિધિના અંતે કુલપતિ, સમગ્ર સ્ટાફ તથા દમ્પતિઓ દ્વારા આરતી કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે સેન્ટરના નિયામક ડૉ. રુપમબહેન ઉપાધ્યાય,અધ્યક્ષ ડૉ. દિશાબહેન નાયક, ડૉ. વૃંદનભાઇ જયસ્વાલ અને તપોવન સલાહકાર રાજશ્રીબહેન પટેલ હતા.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ


 rajesh pande