ઝાલોદ, લીમડી,ચાકલીયા ચોકડી ખાતે રંગલા અને રંગલી કલાકારોના માધ્યમ દ્વારા લોકોને મતદાનનું મૂલ્ય સમજાવ્યું ૦૦
દાહોદ, 26 એપ્રિલ(હિ. સ.). લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪


દાહોદ, 26 એપ્રિલ(હિ. સ.). લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે દાહોદ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. દાહોદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા દરેક ગામ અને શહેરમાં કાર્યક્રમો કરીને લોકોને મતદાન કરવા માટે પ્રરિત કરવામાં આવી રહ્યા છે.લોકોને મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આઈસીડીએસ વિભાગની આંગણવાડીની બહેનો દ્વારા પણ જિલ્લાના વિવિધ ગામોમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

મહત્તમ મતદાનના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લામાં ઝાલોદ બસસ્ટેન્ડ લીમડી બસસ્ટેન્ડ ચાકલીયા ચોકડી ખાતે રંગલા અને રંગલી કલાકારો આવી પહોંચ્યા હતા. ગામની શેરીમાં રંગલા અને રંગલી કલાકારોના માધ્યમ દ્વારા ભવાઈ કરીને લોકોને મતદાનનું મૂલ્ય સમજાવીને આગામી તા.૦૭ મેના રોજ અવશ્ય મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ નાટકને જોવા માટે ગામના લોકો ઉમટી પડ્યા હતા અને અચુક મતદાન કરવા અને કરાવવા માટે શપથ લીધા હતા.

હિન્દુસ્થાન સમાચાર/દિવ્યેશ/બિનોદ


 rajesh pande