જસદણ તાલુકાના 199 મતદારોએ કર્યું હોમ વોટીંગ,107 વર્ષના પોપટભાઈ ધોરીયા બન્યા અન્ય મતદારો માટે પ્રેરણા
- 9 શતાયુ સહિત 152 વયોવૃદ્ધ, 54 દિવ્યાંગ મતદારોએ કર્યું મતદાન રાજકોટ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) ભાર
199 voters of Jasdan taluka did home voting


- 9 શતાયુ સહિત 152 વયોવૃદ્ધ, 54 દિવ્યાંગ મતદારોએ કર્યું મતદાન

રાજકોટ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ઉત્સવોના દેશ ભારતમાં ચૂંટણી પણ ઉત્સવ રૂપે ઉજવવામાં આવે છે. આપણા દેશમાં સૌ અબાલ વૃદ્ધ ઉમંગભેર ઉત્સવોમાં ભાગ લે છે, તેમ આ લોકશાહીના ઉત્સવમાં પણ વયોવૃદ્ધ અને દિવ્યાંગો હાલ હોમ વોટીંગ કરી ચૂંટણીના આ મહાપર્વમાં સહભાગી બનીને દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને હાલ પોસ્ટલ બેલેટ દ્વારા

મતદાનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં ૮૫ વર્ષથી વધુના તથા દિવ્યાંગોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. આ હોમ વોટીંગની સુવિધા સાથે ભારતીય ચૂંટણી પંચ દરેક મતના મહત્વને ઉજાગર કરે છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં 199 મતદારોએ હોમ વોટીંગ કરી આ પર્વમાં જોડાવાનો હર્ષ વ્યક્ત કર્યો હતો.

જસદણ તાલુકાના 152 જેટલા 85 વર્ષથી વધુના વયોવૃદ્ધો અને 54 દિવ્યાંગોએ હોમ વોટીંગ કરી અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે. આ મતદારોમાં નવ મતદારો તો 100 (સો) વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. વિંછીયાના 107 વર્ષના પોપટભાઈ ધોરીયા કહે છે કે,મેં આ દેશને ગુલામીમાંથી આઝાદ થતા જોયો છે. આઝાદ ભારતમાં આપણને મળેલી લોકશાહી પણ જોઈ છે. દેશને મજબૂત બનાવવા માટે મતદાન કરવું જરૂરી છે. 107 વર્ષે આજે થોડી નાની-મોટી શારીરિક તકલીફો સાથે પણ મને મતદાન કરવાની ખુશી છે. હું આપણા યુવાનોને કહું છું કે, ભારતની લોકશાહીને મજબૂત કરવા તેઓ પણ મતદાન કરે. ૭મી મેના રોજ જરૂરથી

મતદાન કરવા જજો. હાલ સમગ્ર રાજકોટમાં પોસ્ટલ બેલેટ દ્વારા હોમ વોટીંગની કામગીરી પૂર્ણ થવાના આરે છે ત્યારે અનેક શારીરિક તકલીફો હોવા છતાં અચૂક મતદાન કરવાના સંકલ્પને પૂર્ણ કરતા આ હોમવોટર્સ અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande