ભરૂચ: UCC આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે, કોંગ્રેસને ગણાવી આદિવાસી વિરોધી પાર્ટી
ભરૂચ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ આજે ગુજરાતમાં
ભરૂચ: UCC આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે, કોંગ્રેસને ગણાવી આદિવાસી વિરોધી પાર્ટી


ભરૂચ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ત્રણ જાહેર સભા કરવાના છે. સવારે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં પોરબંદર લોકસભા બેઠકના મતવિસ્તારમાં જામકંડોરણામાં જામકંડોરણા જણાવ્યું કે ગુજરાતમાં હેટ્રિક સાથે ફરી 26 બેઠક પર કમળ ખીલશે. જેમાં એક સુરતમાં ચૂંટણીના મતદાન પહેલા જ કમળ ખીલી ગયું છે.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર 7મેંએ મતદાન યોજાવાનું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી છે.ભરૂચના ખડોલીમાં વિજય સંકલ્પ સભાને સંબોધતા શાહે કોંગ્રેસ અને આપ પાર્ટીને આડેહાથ લીધી હતી. કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી હતી. યુનિફોર્મ સિવિલ કોડને લઈને કહ્યું હતું કે, UCC આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે. સાથે મોદીની ગેરેંટી આપી હતી કે, મોદી આદિવાસી, દલિત અને OBCની અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા દેશે પણ નહીં.

ભરૂચની સભા બાદ ગોધરામાં જાહેરસભા અને સાંજે વડોદરામાં રોડ શો કરશે. આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જયશ્રી રામના નામનું કરી દીધું. વધુમાં કહ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે.

કોંગ્રેસ પાર્ટીએ વારંવાર મુસ્લિમોને રિઝર્વેશન આપી SC,ST OBCનો અધિકાર પડાવી લેવાની વાત કરી છે. અમે અમારા ઘોષણાપત્રમાં કહ્યું છે, કોઈપણ આરક્ષણ ધર્મના આધાર પર ન હોય શકે. મુસ્લિમ રિઝર્વેશનના જેટલા પ્રયાસો થયા છે. ભાજપ એ બધા પ્રયાસો સમાપ્ત કરી આપના આદિવાસી, દલિત અને ઓબીસીને રિઝર્વેશન આપવાનું કામ કર્યું છે.

ભરૂચ હું ખાસ એટલા માટે આવ્યો છું કે, હું ચૈતર વસાવાને સારી રીતે ઓળખું છું. ભૂલ ન કરતા નહીં તો વર્ષોથી આપણે ત્યાં પહેલા ખંડણી બિઝનેસ હતો અને બંધ થયો છે તે બધુ ફરીવાર ચાલુ થશે. આપ પાર્ટીને હું ઓળખું છું.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande