જામકંડોરણા: ગુજરાતમાં હેટ્રિક સાથે 26 બેઠક પર કમળ ખીલશે: અમિત શાહ
રાજકોટ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ આજે ગુજરાતમ
Jamkandorana Lotus will bloom on 26 seats with hat-trick in Gujarat Amit Shah


રાજકોટ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ત્રણ જાહેર સભા કરવાના છે. સવારે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં પોરબંદર લોકસભા બેઠકના મતવિસ્તારમાં જામકંડોરણામાં જામકંડોરણા જણાવ્યું કે ગુજરાતમાં હેટ્રિક સાથે ફરી 26 બેઠક પર કમળ ખીલશે. જેમાં એક સુરતમાં ચૂંટણીના મતદાન પહેલા જ કમળ ખીલી ગયું છે.

વધુમાં જણાવ્યું કે તમારો મત સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જવાનો છે, 10 વર્ષમાં મોદી સાહેબે દેશ દુનિયામાં ગુજરાતનું નામ પણ ઉજળું કર્યું છે. એક હજાર વર્ષ કરતા વધુ સમય દેશના લોકો મોદી સાહેબના કામને યાદ કરશે. કાશ્મીર આપણું છે અને કોંગ્રેસ પ્રમુખ કહે છે રાજસ્થાન અને ગુજરાતને કાશ્મીર સાથે શું લેવા દેવા, મારો જામકંડોરણાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ દેવા તૈયાર થઇ જાય એ કોંગ્રેસને ખબર નથી. 370 કલમ કોંગ્રેસ દખતર પાર્ટીની જેમ ખોળામાં રાખતા.

અયોધ્યામાં કોંગ્રેસ સરકાર રામ મંદિર મુદ્દો ભટકાવતા રહ્યા, 70-70 વર્ષ સુધી મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમને રામ મંદિર બનાવી જયશ્રી રામ કરી દીધું, 500 વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું મંદિર બનાવ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે. કઠોર નિર્ણય કર્યા છે. ગરીબોને અનાજ, શૌચાલય, ઘરનું ઘર, ઉજ્જવલા ગેસ, નલ થી જલ અને 5 લાખ સુધી આરોગ્ય સહાય આપવાનું કામ મોદી સરકરે કર્યું છે.

જામકંડોરણાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ દેવા તૈયાર થઇ જાય: શાહ

તમારો મત સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જવાનો છે, 10 વર્ષમાં મોદી સાહેબે દેશ દુનિયામાં ગુજરાતનું નામ પણ ઉજળું કર્યું છે. એક હજાર વર્ષ કરતા વધુ સમય દેશના લોકો મોદી સાહેબના કામને યાદ કરશે. કાશ્મીર આપણું છે અને કોંગ્રેસ પ્રમુખ કહે છે રાજસ્થાન અને ગુજરાતને કાશ્મીર સાથે શું લેવા દેવા, મારો જામકંડોરણાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ દેવા તૈયાર થઇ જાય એ કોંગ્રેસને ખબર નથી. 370 કલમ કોંગ્રેસ દખતર પાર્ટીની જેમ ખોળામાં રાખતા.

ભારત માતા કી જય સાથે તેમણે કહ્યું, જામકંડોરણા અને પોરબંદરની જનતાના અવાજને શું થઇ ગયું? મનસુખ માંડવીયા, અર્જુન મોઢવાડીયા, અરવિંદ લાડાણી અને રમેશ ધડુકનું તાળીઓથી સ્વાગત કરો, વિઠ્ઠલભાઈનો વારસો સરકાર અને સહકાર બંનેમાં નિભાવનાર જયેશ રાદડિયા, જીગરના ટુકડા જેવા યુવા મિત્રોને રામ રામ. ગુજરાતીમાં કહેવત છે 'તેજી અને ટકોરો સાનમાં સમજે એ સૌરાષ્ટ્રના લોકો છે. ખોડલધામ, વીરપુર અને બિલેશ્વર મહાદેવને વંદન કરું છું, મહાત્મા ગાંધીને પ્રણામ કરી મારી વાત શરૂ કરીશ.

અમિત શાહ મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે. શુક્રવારે રોડ-શો માટે ચાલતી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande