મેડ્રિડ ઓપન: જાંઘની ઈજાને કારણે, ઝેંગ કિનવેનની સફર સમાપ્ત, સબાલેન્કા-રયબાકીના, આગામી રાઉન્ડમાં
મેડ્રિડ, નવી દિલ્હી,27 એપ્રિલ (હિ.સ.) મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચીનની છઠ્ઠી ક્રમાંકિત ઝેંગ કિ
મેડ્રિડ ઓપન: જાંઘની ઈજાને કારણે, ઝેંગ કિનવેનની સફર સમાપ્ત, સબાલેન્કા-રયબાકીના, આગામી રાઉન્ડમાં


મેડ્રિડ, નવી દિલ્હી,27 એપ્રિલ (હિ.સ.) મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચીનની છઠ્ઠી ક્રમાંકિત ઝેંગ કિનવેનની સફર શુક્રવારે અકાળે સમાપ્ત થઈ ગઈ હતી. કારણ કે તેણીને જમણી જાંઘમાં ઈજાને કારણે, યુલિયા પુતિનત્સેવા સામેની તેની બીજા રાઉન્ડની મેચના બીજા સેટમાંથી ખસી જવાની ફરજ પડી હતી.

શુક્રવારે, ઝેંગને તેની કઝાક પ્રતિસ્પર્ધી સામે પ્રથમ સેટ 7-5થી ગુમાવ્યા બાદ અને બીજામાં 2-0થી પાછળ રહ્યા બાદ શારીરિક સમસ્યાને કારણે, નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. ચીનની ખેલાડીને મેચ દરમિયાન તેની જાંઘમાં તકલીફ થઈ રહી હતી અને તે અસહજ દેખાઈ રહી હતી.

વાંગ ઝિન્યુ પણ ફ્રાન્સની 21મી ક્રમાંકિત કેરોલિન ગાર્સિયા સામે 6-1, 6-4થી હાર્યા બાદ મેડ્રિડની બહાર થઈ ગઈ છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન આરીના સબાલેન્કાએ, પોલેન્ડની મેગ્ડા લિનેટને ત્રણ સેટની મેચમાં 6-4, 3-6, 6-3થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ચોથી ક્રમાંકિત એલેના રયબાકિનાએ, લુસિયા બ્રોન્ઝેટીને 6-3, 6-4 થી હરાવી હતી.

ઇજિપ્તની મેયર શેરિફે સિઝનની તેની શ્રેષ્ઠ મેચ રમી. તેણે 25મી ક્રમાંકિત માર્ટા કોસ્ટ્યુકને 6-2, 7-5થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.

પુરૂષ વર્ગમાં 19 વર્ષીય શાંગ જુનચેંગને, સ્પેનના 27મા ક્રમાંકિત એલેજાન્ડ્રો ડેવિડોવિચ ફોકિનાએ 7-5, 6-3 થી હરાવ્યો હતો.

હાથની ઈજાને કારણે બાર્સિલોના ઓપનમાં રમી ન શકનાર સ્પેનના કાર્લોસ અલ્કારાઝે, શાનદાર પુનરાગમન કરીને નંબર બે ક્રમાંકિત એલેક્ઝાન્ડર શેવચેન્કોને 6-2, 6-1થી પરાજય આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / ડો હિતેશ


 rajesh pande