આમરી અને અષ્ટગામ પ્રાથમિક શાળામાં ધોરણ-1માં કુલ-48 બાળકોને પ્રવેશ કરાવ્યો
નવસારી,27 જૂન (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સશક્ત નેતૃત્વમાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને
આમરી અને અષ્ટગામ પ્રાથમિક શાળામાં ધોરણ-1માં કુલ-48 બાળકોને પ્રવેશ કરાવ્યો


નવસારી,27 જૂન (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સશક્ત નેતૃત્વમાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2024 ના પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ નવસારી તાલુકાના પારડી, અષ્ટગામ ગામે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને મહાનુભાવોએ ધોરણ- 1 મા 48 બાળકો અને શ્રી એમ.એન.વિદ્યાલય ખડસુપા ખાતે ધોરણ-9 માં કુલ-169 ને પ્રવેશ કરાવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા નવસારી તાલુકાના પારડી, અષ્ટગામ અને ખડસુપા ગામના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં સહભાગી બન્યા હતા. પ્રવેશ લેનાર બાળકોને જિલ્લા વિકાસ અધિકારી અને મહાનુભાવોએ બાળકોને શૈક્ષણિક કિટ્સ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ એટલા માટે છે કે બાળકને શાળામાં આવવા માટે ઉમંગ અને ઉત્સાહ જળવાઈ રહે. બાળકો ઉત્સાહભેર શાળાએ આવે.આજનો બાળક આ જ ગામનો શ્રેષ્ઠ નાગરિક બને અને શાળા પ્રત્યે આદર જળવાઈ રહે. શિક્ષકો એ નબળા બાળકો પ્રત્યે વિષેશ કાળજી રાખવી જોઈએ. અત્યારના સમયમાં વાલીઓએ બાળક સ્કૂલથી આવે પછી તેમની સાથે સ્કૂલમાં શું ભણાવ્યું તેવી ચર્ચા કરવી જોઈએ. જેથી બાળકોનો ઉત્સાહમાં વધારો થાય. ભણતર એ વિકાસ છે, ખાલી અભ્યાસ નથી. આપણે બધા એ સાથે મળીને જ્ઞાનની જ્યોત પ્રજવલ્લિત રાખવા સહિયારો પ્રયાસ કરવો છે.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પારડી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા પ્રવેશપાત્ર બાળકો કુલ-31, ધોરણ-1 માં કુલ- 27, આંગણવાડીમાં કુલ-17 બાળકો, અષ્ટગામપ્રાથમિક શાળામા બાલવાટિકામાં કુલ-21, ધોરણ-1 માં કુલ-21, આંગણવાડીમાં કુલ-03 બાળકો જયારે શ્રી એમ.એન.વિદ્યાલય ખડસુપા ખાતે ધોરણ-9માં કુલ-169 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન શાળાઓમાં દાન આપનાર દાતાઓનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુંહતું. જિલ્લા વિકાસ અધિકારીએ શાળાઓની મુલાકાત દરમિયાન એસ.એમ.સીના સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande