વિસાવદરનાં સુખપુર ગામના ગૈા પ્રેમીઓ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો ચિંધે છે નવો રાહ
- ૭૦ ગાયો થી ૩૦ વિધામાં થાય છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી - ગાય માતા છે તેનું પૂજન-સન્માન થવુ જોઇએ- હ
વિસાવદરનાં સુખપુર ગામના ગૈા પ્રેમીઓ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો ચિંધે છે નવો રાહ


- ૭૦ ગાયો થી ૩૦ વિધામાં થાય છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી

- ગાય માતા છે તેનું પૂજન-સન્માન થવુ જોઇએ- હરીભાઇ સોજીત્રા

- ગૈાશાળામાં ગાયોને નિયમિત વિવિધ પ્રકારનાં કઠોળને બાફીને તેમાં ગોળ મિશ્રણ કરી નિયમિત પ્રોટીનયુક્ત આહાર પેટે આપે છે- ખોળ કે બાહ્ય દાણ નથી અપાતા

- ગાયને શુધ્ધ મિનરલ યુક્ત જળ મળી રહે તે માટે ૨ લાખ લીટરની ક્ષમતા વાળી ટેંક બનાવી શીતળ જળની સવલત ગૈાશાળામાં ઉભી કરાઇ છે

- પ્રાકૃતિક કૃષિ આપણા માટે તો ઉત્તમ છે જ સાથે સાથે દરેક સજીવ માટે પણ આશીર્વાદરૂપ છે- ૭૦ ગાયોના નીભાવ સાથે જાતે જીવામૃત તૈયાર કરી નહિવત ખર્ચથી ખૂબ સારું ઉત્પાદન મેળવ્યું: ખેડૂત મહેશભાઈ સોજીત્રા

જૂનાગઢ તા, 29 જૂન (હિ. સ.) વિસાવદર તાલુકો આમ તો ગિર અને ગિરનારનાં વન પ્રદેશ વચ્ચેનો વિસ્તાર અહીંનાં ખેડુતો ખમીરી અને ખાનદાનીમાં અવ્વલ, પ્રમાણીકતા સાથે વસુદૈવકૃટુંબક્કમની ભાવના સાથે માત્ર માનવિય સંવેદનાઓ માનવ સમાજ પુરતી સિમીત ના રાખતા પશુપક્ષીઓ પરત્વે પણ સહાનુભુતિ અને લાગણી સભર વ્યવહાર એ વિસાવદરનાં ખેડુતોની ઓળખ હોય તે વાતની પ્રતિતી વિસાવદરથી માત્ર આઠેક કીલોમિટર દુર વસેલુ નાનકડુ સુખપુર ગામ અને ગામનાં પાદરે લીલાછમ્મ ઘેઘુર વૃક્ષાચ્છાદિત્ત ગૈાશાળાની મુલાકાત સમયે જોવા મળ્યા.સુભાષ પાલેકર ખેતિ પધ્ધતિ હવે ખેડુતો સમજતા થયા છે અને આ ખેત પધ્ધતિ અપનાવી પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક રાસાયણિક દવાનાં વપરાશને ટાળતા થયા છે.

તાજેતરમાં જૂનાગઢ માહિતી ખાતાની ટીમ વિસાવદર તાલુકાનાં પ્રવાસે હતી ત્યારે સુખપરુનાં પાદરે સોજીત્રા ગૈાશાળા વૈભવી અને કુદરતી વૃક્ષોની લીલીછમ્મ ઘટાઓ સાથે રાહદારીઓને એકવાર ગૈાશાળની મુલાકાત લેવા પ્રેરીત કર્યા. અહીં ૭૦ દેશી નસલની ગાયો કુદરતનાં ખોળે પ્રકૃતિનાં સંગાથે પ્રેરણા સંદેશો પુરો પાડી રહી છે. અહીં હરીભાઇ સોજીત્રા ગાયોની સેવા સુશ્રસા તેમનાં પરિવારનાં સભ્યો સાથે કરી રહ્યા છે. તેમણે કોરોના કાળે લોકહિતાર્થે ગૈાશાળાનાં માધ્યમે ભાગવત પારાયણ આયોજન કર્યુ હતુ ત્યારે જે રીતે કથાશ્રવણ કરનાર શ્રોતાને જે રીતે ભાવતા ભોજન પ્રસાદ પિરસાય તે જ રીતે ૭૦ ઉપરાંત ગાયોને તે જ દેશી લાડુ સભર ભોજન પરિવારનાં સભ્ય માની પીરસાતા હતા.

સુખપુરમા ૭૦ ગાયો અને નાના વાછરૂને સેવા સુશ્રુસા કરતા મહેશભાઇ કહે છે કે પાલેકર કૃષિ પધ્ધતિમાં એક ગાય ૩૦ વીઘા જમીનમાં જીવામૃત- ઘનામૃત માટે ઉપયોગી છે. પણ હું તો એક વીઘા દીઠ એક ગાયનું સુત્ર માની ખેતીને સિંચન કરી રહ્યો છુ. મારી ૭૦ વીઘા ખેતી વૈજ્ઞાનિક પધ્ધતિથી સુક્ષ્મ પિયત પધ્ધતિએ દરેક પાકને જળસિંચન સાથે જીવામૃતનું સિંચન કરે છે. આમ તો ખેડુતો ગાય આધારીત ખેતીનો પ્રસાર થાય તે માટે રાજ્ય સરકારે ગૌમાતા પોષણ યોજના ચાલુ કરવામાં આવી છે તેમાં ખેડૂતોને દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડૂતને દર મહિને ૯૦૦ રૂપિયા આપવામાં આવે છે.

તેમણે કહ્યું કે ગાય એ માનવી નો જીવનાધાર છે. કેમ કે જો ગાય આંગણે હશે તો એક નહીં અનેક માનવ જીંદગીનું આરોગ્ય સચવાશે. આથી જ હું મારી ગૈાશાળામાં ગાયોનું પાલન પોષણ કરૂ છુ. આમા મારી આમદાની તો વધે છે પણ વિસાવદર શહેરમાં સવાર સાંજ ૬૦ લીટર શુધ્ધ ગાયનું દુધ અનેક પરિવારનાં બાળકોને પોષણ પુરુ પાડવા નિમિત્ત બને છે.

મહેશભાઇ પોતાનાં ખેતરમાં ગાયોનાં આહાર અને પીવાના પાણી ની આપુર્તી ખુબ જહેમતથી કરી રહ્યા છે. જેમા ગૌશાળામાં આવેલી ગાયો માટે શુદ્ધ પાણી મળી રહે તેના માટે પાણીના ટાંકાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમા નજીકમાં કૂવાનુ નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમાંથી પાણી ટાંકામાં ભરી અને ઠંડુ કરવામાં આવે છે. આ પાણીમાંથી કુદરતી મિનરલ્સ તત્વો મળી રહે અને વધારાના ક્ષાર અને અશુદ્ધિઓ દૂર કરી આ ગૌશાળાની ગાયોને શુધ્ધ પાણી પીવા માટે આપવામાં આવે છે. સાથે આહાર માટે ગાયોને નિયમિત પ્રાકૃતિક રીતે મગ, ચણા, તુવેર જેવા કઠોળ સાથે હળદર, મેથી જેવા દેશી ઓસડિયા પાચન શક્તિમાં વધારો કરે તે માટે કઠોળ સાથે બાફીને તેમાં ગોળ મિશ્રીત કરી પુરક આહાર આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ આપણા માટે તો ઉત્તમ છે જ સાથે સાથે દરેક સજીવ માટે પણ આશીર્વાદરૂપ છે. ૭૦ ગાયોના નીભાવ સાથે જાતે જીવામૃત તૈયાર કરી નહિવત ખર્ચથી ખૂબ સારું ઉત્પાદન મળે છે. સુખપુર ગામના મહેશભાઈ હરીભાઇ સોજીત્રા પ્રાકૃતીક કૃષિ પધ્તિથી ૭૦ વીઘા જમીન પૈકી ૩૦ વીઘા જમીનમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ કરે છે

કહે છે કે પ્રાકૃતિક કૃષિની આજે વધુ જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિમાં નહિવત ખર્ચ છે સાથે ગુણવત્તા યુક્ત અને વધુ ઉત્પાદન મળે છે.મહેશભાઈ સોજીત્રા એ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, SPNF અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ વિશે સમજ કેળવી અને તાલીમ મેળવીને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કર્યું. આંબા, કેળા પપૈયા, નાળિયેરી સહિતના બાગાયતી પાક સાથે શાકભાજી અને અનાજનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીથી મેળવે છે.તેઓ આમ તો વર્ષોથી ગાય આધારીત ખેતી સાથે સંકળાયેલ છે જ પણ ૨૦૨૧ થી આચાર્ય દેવવ્રતજી પ્રેરીત ખેતી કરી રહ્યા છે.

પ્રાકૃતિક કૃષિ માટે મહેશભાઈ જણાવ્યુ કે જાતે તૈયાર કરેલ જીવામૃત દરેક છોડને આપતો હોવાથી કોઈ પ્રકારનો ખર્ચ થતો નથી. જમીનમાં કુટુંબ તથા ઘરમાં ખોરાક માટે શાકભાજી, મગફળી ઘઉં, કઠોળનું પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન મેળવવું છું. જે અમે સૌ કુટુંબો ખોરાકમાં લઈએ છીએ. આ અંગે અન્ય ખેડૂતોને એવી અપીલ કરી હતી કે આપણે સૌએ આપણા પરિવાર અને સગા સંબંધી કુટુંબોના ખોરાક માટે કઠોળ, શાકભાજીનું પ્રાકૃતિક ખેતીથી જ ઉત્પાદન કરવું જોઈએ. અને તેનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ.પ્રાકૃતિક કૃષિ આપણા માટે તો ઉત્તમ છે જ સાથે સાથે દરેક સજીવ માટે પણ આશીર્વાદરૂપ છે. પ્રાકૃતિક ખેતીથી માત્ર નિંદામણ વગર અન્ય કોઈ પણ ખર્ચ કર્યા સિવાય સારું ઉત્પાદન મેળવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ખેતઉત્પાદન માટે યુરીયા અને પેસ્ટીસાઇડસના વપરાશથી થતા પર્યાવરણનું નુકશાન તથા માનવ અને પશુ-પક્ષીઓને થઇ રહેલા નવા નવા રોગો દ્વારા થતા નુકસાનથી બચવા અને જૈવીક ખાતરો ઘરે બનાવવા બહૂજ સરળ છે જેમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, પંચગવ્ય દુધ-ગોળનાં મિશ્રણનો છંટકાવ, ખાટી છાછ નો સમયાંતરે છંટકાવ, સાથે કીટ નિયંત્રણ દવા તરીકે નીમાસ્ત્રઃ રસ સૂચવા વાળી જીવાત માટે- ગૌમૂત્ર ૫ લિટર છાણ ૧ કિલો લીમડો ૫ કિલો લઇ ૧૦૦ લિટર પાણીમાં નાખીને ૨૪ કલાક રાખવું ત્યારબાદ ગાળીને છાંટવું ,બ્રહ્મમાસ્ત્રઃ મોટી ઇયળ અને બાકી જીવાત માટે ગૌમૂત્ર ૧૦ લિટર ૩ કિલો લીમડો ૨ કિલો કરંજ ૨ કિલો સીતાફળ પાન ૨ કિલો બીલી પત્ર ૨ કિલો ધતુરાના પાન લઇ બધુ ભેગું કરીને ત્રણ ચાર ઉકાળા લઇને ગાળીને ૪૮ કલાક રાખવું. ૧૦૦ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવું અગ્નિશસ્ત્રઃ કપાસ, ફળ વગેરેમાં રહેતી ઇયળો માટે ગૌમૂત્ર ૧૦ લિટર ૧ કિલો તમાકુ (વેસ્ટ હોય તે) ૫૦૦ ગ્રામ તીખા મરચા ૫૦૦ ગ્રામ લસણ ૫ કિલો લીમડાના પાન લઇ બધું મિક્ષ કરીને ચાર ઉકાળા લઇને ગાળીને ૪૮ કલાક રાખવું. ૧૦૦ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવાની વિગતો આપી હતી.

રાસાયણિક ખેતીથી આનંદ ઉમંગ ઉત્સાહ ઘટવા લાગ્યો વધતા ખર્ચા અને ઓછા ઉત્પાદનથી ખેડૂતો ખેતીથી વિમુક્ત થવાનાં અણસાર વધવા લાગ્યા ત્યારે આ વિષચક્રમાંથી બહાર નીકળવા માટે પ્રાકૃતિક ખેતી વિકલ્પના રૂપમાં ઉપયોગી બની રહી છે. દેશી ગાય અને એ ગાયના ગોબર મૂત્રથી ખેતી ખર્ચ શૂન્ય છે અને બે થી અઢી ગણું ઉત્પાદન વધે છે. દેશના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો તેમની ખેતીનો અદભૂત જ્ઞાન તેઓ જીવતી જાગતી યુનિવર્સિટી સમાન બનીને દેશના ખેડૂતોને અનુસરણ કરવું પડે તે રીતે ખેતી કરી રહ્યા છે.ત્યારે હું રાષ્ટ્રનાં વિકાસમાં કૃષિ થકી મારૂ યોગદાન જોડી રહ્યો છુ તેનું મને ગૈારવ છે તેમ કહ્યુ હતુ.

- હિન્દુસ્થાન સમાચાર / મુકેશ સખિયા


 rajesh pande