વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો
વલસાડ, 29 જૂન(હિ. સ.)-વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જહાના અધ્યક્ષસ્થાને અ
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો


વલસાડ, 29 જૂન(હિ. સ.)-વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જહાના અધ્યક્ષસ્થાને અને ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામકશ્રી યજ્ઞેશ ગોસાઈની ઉપસ્થિતિમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ સાથે વલસાડ તાલુકાના ગુંદલાવ નજીક રિસોર્ટ ખાતે મિલન સમારોહનું (get-together) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓ અને પત્રકારો વચ્ચે જનહિત માટે પ્રચાર પ્રસાર અને સંકલન સુદૃઢ રહે તેના પર વિશેષ ભાર મુકાયો હતો.

મિલન સમારોહમાં જિલ્લાના મીડિયા કર્મીઓને સંબોધતા કલેકટરશ્રી અનસૂયા જહાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં ડિઝાસ્ટર જેવી સ્થિતિ આવે (ભારે વરસાદ, પૂર વિગેરે) ત્યારે લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાની અહમ જવાબદારી મીડિયાની હોય છે. કોઈપણ બાબત મીડિયામાં પ્રસારિત થાય એ અંગે ડિઝાસ્ટર વિભાગને પણ જાણ થાય તો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવી શકે. મીડિયા કર્મીઓને અનુરોધ કરતા કલેકટરશ્રીએ કહ્યું કે, પ્રજાના હિત માટે જે પણ પ્રશ્નો કે સમસ્યા તમારા ધ્યાન પર આવે તો અમારું ધ્યાન દોરજો. જનહિત માટે શક્ય એટલા તમામ પ્રત્યન કરીશું. અંતે તમામ પત્રકારોને મળીને આનંદ થયો હોવાનું જણાવી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પત્રકારોએ કરેલી રજૂઆતો તથા વાર્તાલપો અને સૂચનો કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી નોંધ લીધી હતી. આ વેળા પત્રકારોએ ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ અને પત્રકારો વચ્ચે સંકલન રહે તે માટે રજૂઆત કરી હતી. જે અંગે કલેકટરશ્રીએ આગામી સમયમાં સુ-સંકલન સાથે પ્રજા સેવાનાં કામો કરવા ખાતરી આપી હતી.

ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરીના કર્મીઓ અને જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ


 rajesh pande