કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024 ચીખલી કન્યાશાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઇની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
નવસારી,27 જૂન (હિ.સ.)નવસારી જિલ્લામાં ત્રિદવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ત્યારે
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024 ચીખલી કન્યાશાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઇની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


નવસારી,27 જૂન (હિ.સ.)નવસારી જિલ્લામાં ત્રિદવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ત્યારે આજરોજ ચીખલી કન્યા શાળા ખાતે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઇની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 નાબાળકોને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇઅ અને મહાનુભાવોના હસ્તે કન્યા અને કુમાર શાળાના બાલવાટિકામા કુલ-48 બાળકો અને ધોરણ-1 માં નવા નામાંકન થયેલા કુલ-04 બાળકોએ પ્રવેશ કરાવ્યો હતો.. આ પ્રસંગે ચીખલી સરપંચ વિરલભાઈ, કન્યા શાળા અને કુમારશાળાના એસ.એમ.સી. સભ્યો, આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande