મોજ ડેમ ઓવરફ્લો થતાં 15 દરવાજા 1.5 મીટર ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ/અમદાવાદ,26 જુલાઇ (હિ.સ.) રાજકોટ જિલ્લાના મોજીરા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર-152 મોજ ડેમ તેની નિર્ધારિત સપાટી 72.54 મી.એ ભરાઈને ઓવરફ્લો થતાં ડેમનાં 15 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. જેથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીરા, ગ
મોજ ડેમ ઓવરફ્લો થતાં 15 દરવાજા 1.5 મીટર ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના


રાજકોટ/અમદાવાદ,26 જુલાઇ (હિ.સ.) રાજકોટ જિલ્લાના મોજીરા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર-152 મોજ ડેમ તેની નિર્ધારિત સપાટી 72.54 મી.એ ભરાઈને ઓવરફ્લો થતાં ડેમનાં 15 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. જેથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળિયા, વાપરા, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવું.

રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોની સપાટીમાં વધારો થયો છે. મોજ, વેણુ-2, ફુલઝર ડેમના દરવાજા ખોલાયા, પાનેલી ડેમ 80% ભરાતા હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના આપવાં આવી છે. રાજકોટ જિલ્લાના વિવિધ ડેમોની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ જિલ્લાના 2 તથા જામનગર જિલ્લાના ફુલઝર ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે ઉપલેટા તાલુકા પાસે આવેલ વેણુ-2 ડેમના 8 દરવાજા 12.35 કલાકે 0.9 મીટર અને મોજ ડેમના 10 દરવાજા 1.52 મીટર ખોલવામાં આવ્યા છે. આથી ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમની હેઠવાસમાં આવેલા વરજાંગ જાળીયા, ગધેથડ, મેખા-ટીંબી, નાગવદર અને નિલાખા અને મોજ ડેમની હેઠવાસમાં આવેલા મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળિયા, નવાપરા, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ / માધવી વ્યાસ


 rajesh pande