અરવલ્લીઃ મોડાસાના હંગામી બસ્ટેન્ડ પાસે ગંદકીના ઢગ.
મોડાસા,26 જુલાઈ (હિ.સ.) સ્વચ્છ ભારત અને સ્વચ્છતા અભિયાન પર સરકાર લાખો કરોડો ખર્ચાઓ કરી. મોટા મોટા તાયફાઓ કરતી હોય ત્યારે મોડાસા શહેર બીજેપીના કાર્યાલય નીચે સ્વચ્છ ભારત મિશન લીલે લીરા ઉડી રહ્યા હોય એવા દ્રશ્યો મસ્ત મોટા બણગા ફૂંકતી સરકાર સામે સવાલો
*Aravalli: Piles of dirt near Modasa's temporary bus stand..*.


મોડાસા,26 જુલાઈ (હિ.સ.) સ્વચ્છ ભારત અને સ્વચ્છતા અભિયાન પર સરકાર લાખો કરોડો ખર્ચાઓ કરી. મોટા મોટા તાયફાઓ કરતી હોય ત્યારે મોડાસા શહેર બીજેપીના કાર્યાલય નીચે સ્વચ્છ ભારત મિશન લીલે લીરા ઉડી રહ્યા હોય એવા દ્રશ્યો મસ્ત મોટા બણગા ફૂંકતી સરકાર સામે સવાલો ઉભા થયા છે. ત્યારે પ્રથમ ગેસ્ટ હાઉસ કોમ્પ્લેક્સના એક વેપારીએ મોડાસા નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવા છતાં જવાબ ન આપ્યો હતો. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરમ રોગે ઘણા બાળકોના જીવ લીધા છે ત્યારે બસ સ્ટેન્ડ થી ભણવા જતા ભૂલકાઓ, મુસાફરોને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે. તે મોડાસા નગરપાલિકા માટે શર્મનાક છે.ડીજે વગાડી ગાજરની પીપુડીથી વાહ વાહી કરતા રાજ્ય કક્ષાના મંત્રી અને ધારાસભ્યને મોડાસા નગરપાલિકાની બેદરકારી કેમ દેખાતી નહીં હોય... ???

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ / હર્ષ શાહ


 rajesh pande