અરવલ્લીઃસાઠંબાનો વિકાસપથ કે ખાડાપથઃઠેરઠેર ખાડા અને ડસ્ટના થપેડા કાદવ કીચડથી ભરેલો માર્ગ
મોડાસા, 26 જુલાઈ (હિ.સ.) બાયડ તાલુકાના સાઠંબા ગામે બનાવેલો વિકાસપથ આજે ખાડાપથ બની ગયો છે. તાજેતરમાં જ આ માર્ગમાં રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ જાણે વેઠ ઉતારી હોય એમ છેક હાઈસ્કૂલથી સહકારી જીન સુધી ખાડા જ ખાડા થઈ ગયા છે સતત વાહન વ્યવહારથી
અરવલ્લીઃસાઠંબાનો વિકાસપથ કે ખાડાપથઃઠેરઠેર ખાડા અને ડસ્ટના થપેડા કાદવ કીચડથી ભરેલો માર્ગ


મોડાસા, 26 જુલાઈ (હિ.સ.) બાયડ તાલુકાના સાઠંબા ગામે બનાવેલો વિકાસપથ આજે ખાડાપથ બની ગયો છે. તાજેતરમાં જ આ માર્ગમાં રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ જાણે વેઠ ઉતારી હોય એમ છેક હાઈસ્કૂલથી સહકારી જીન સુધી ખાડા જ ખાડા થઈ ગયા છે સતત વાહન વ્યવહારથી ધમધમતો આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તોબા પોકારી ઊઠયા છે.સાઠંબાના વિકાસ પથ પર ચાર ચાર ફૂટ મોટા ખાડા પડી ગયા છે અને હાલ વરસાદી સીઝન હોવાથી આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે જેનાથી કાદવ કીચડથી ખદબદી ઊઠે છે.. અજાણ્યા વાહન ચાલકો પાણી ભરાયેલા ખાડાઓને સરખો રસ્તો સમજી ખાડાઓમાં પડી પસાર થવા મજબૂર થઈ ગયા છે..!! અહીં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રીપેરીંગના નામે માત્ર તાયફા કરી ખર્ચો જ ઉધારવામાં આવતો હોય તેમ જણાઈ રહ્યું છે.. લાગી રહ્યું છે કે માર્ગ અને મકાન વિભાગ આ ખાડાઓના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યો છે...!!!તા

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ / હર્ષ શાહ


 rajesh pande