ડહેલી ગામના છ મિત્રોએ દેશી ગાયનું શિંગડુ તૂટી જતાં તેની સારવાર કરી જીવદયાનું કાર્ય કર્યું.
મુસ્લિમ યુવાને ગાયને દુઃખી થતા મનોમન નક્કી કરી ગાયને બચાવી હતી. શિંગડુ તૂટી જતાં લોહીથી લથબથ ગાયના ઘાને સાફ સફાઈ કરી દવા લગાવી પાટાપીંડી કરવામાં આવી હતી. ભરૂચ 26 જુલાઈ (હિ.સ.) વાલિયા તાલુકાના ડહેલી ગામના એક મુસ્લિમ યુવકને રખડતી ગાયનું શિંગડું તૂટ
ડહેલી ગામના છ મિત્રોએ દેશી ગાયનું શિંગડુ તૂટી જતાં તેની સારવાર કરી જીવદયાનું કાર્ય કર્યું.


ડહેલી ગામના છ મિત્રોએ દેશી ગાયનું શિંગડુ તૂટી જતાં તેની સારવાર કરી જીવદયાનું કાર્ય કર્યું.


મુસ્લિમ યુવાને ગાયને દુઃખી થતા મનોમન નક્કી કરી ગાયને બચાવી હતી.

શિંગડુ તૂટી જતાં લોહીથી લથબથ ગાયના ઘાને સાફ સફાઈ કરી દવા લગાવી પાટાપીંડી કરવામાં આવી હતી.

ભરૂચ 26 જુલાઈ (હિ.સ.)

વાલિયા તાલુકાના ડહેલી ગામના એક મુસ્લિમ યુવકને રખડતી ગાયનું શિંગડું તૂટેલું જોયું હતું તૂટેલા ભાગમાં ગાયને માથા ઉપરથી ખૂબ લોહી વહી રહ્યું હતું. આ જોઈ આ યુવાનનુ હૃદય દ્રવી ઉઠ્યું હતું ગાયનું દુઃખ નહિ જોવાતા તેણે જીવદયા કાર્યમા અગ્રેસર રહેતા આ યુવાને તેમના મિત્રોને બોલાવીને શિંગડુ તૂટેલી ઘવાયેલી ગાયની સારવાર કરી એક જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ કાર્ય કર્યું હતું . ડહેલી ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં એક દેશી ગાયનું શિંગડું તૂટી ગયું હતું આથી ગાય દુઃખથી પીડાતી હતી. આ જોઈ વ્યતીત થતા ગામના યુવાન એઝાઝ , અસદ , અતીક કડીવાલા અને દિવ્યાંગ મહિડા, દેવ કપલેટીયા અને હિતેશ વારડેએ ગાયને વ્યવસ્થિત જગ્યાએ દોરડાથી બાંધીને શિંગડુ તૂટી ગયું હતું તે ભાગને સાફ-સફાઈ કરી તેમાં દવા લગાવી અને પાટો બાંધી દીધો હતો. ત્યારબાદ ગાયને કોઈ તકલીફ ના પડે એ રીતે એક જગ્યાએ બાંધીને તેની સારવાર કરવામાં આવી રહી છે. એક દુઃખી ગઈને પીડાતી જોઈને આ યુવાનોએ જીવદયાનું કાર્ય કરતા ગામના વડીલોએ તેમની આ કામગીરીની પ્રશંસા કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ / હર્ષ શાહ


 rajesh pande