મહુવા પ્રાથમિક શાળા ખાતે પૂર અસરગ્રસ્ત આશ્રિતોને માટે ઉત્તમ ભોજન વ્યવસ્થા
સુરત, 27 જુલાઈ (હિ.સ.) ગત રાત્રિએ મહુવા તાલુકામાં બે જ કલાકમાં સાડા 4 ઇંચ વરસાદ ઝીંકાયો હતો. સાથે જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પરિણામે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી. પૂર્ણા નદીમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં મહુવા મામલતદાર દ્વારા તકેદારીના
મહુવા પ્રાથમિક શાળા ખાતે પૂર અસરગ્રસ્ત આશ્રિતોને માટે ઉત્તમ ભોજન વ્યવસ્થા


સુરત, 27 જુલાઈ (હિ.સ.) ગત રાત્રિએ મહુવા તાલુકામાં બે જ કલાકમાં સાડા 4 ઇંચ વરસાદ ઝીંકાયો હતો. સાથે જ ઉપરવાસમાં પડેલા ભારે

વરસાદને પરિણામે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી. પૂર્ણા નદીમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં મહુવા મામલતદાર

દ્વારા તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું હતું. વહીવટી તંત્ર દ્વારા

મહુવા પ્રાથમિક શાળા ખાતે પૂર અસરગ્રસ્ત આશ્રિતોને માટે ઉત્તમ ભોજન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ શુદ્ધ પીવાના

પાણી, દવા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે / હર્ષ શાહ


 rajesh pande