નવસારીમાં સુરત મનપાની છ ટીમ કરી રહી છે કામગીરી
સુરત, 27 જુલાઈ (હિ.સ.)-નવસારી શહેરમાં વરસાદે તારાજી સર્જી હતી,નિચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતુ સાથે સાથે લોકોની દુકાનમાં પણ પાણી ઘુસી જતા માલસામાન પલળી ગયો હતો,ધીરે ધીરે શહેરમાંથી પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
navasari rain


સુરત, 27 જુલાઈ (હિ.સ.)-નવસારી શહેરમાં વરસાદે તારાજી સર્જી હતી,નિચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતુ સાથે સાથે લોકોની દુકાનમાં પણ પાણી ઘુસી જતા માલસામાન પલળી ગયો હતો,ધીરે ધીરે શહેરમાંથી પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો સાથે સાથે સુરતથી મનપાની અલગ-અલગ 6 સફાઈકામદારોની ટીમ શહેરને સુંદર બનાવવાની કામગીરીમાં લાગી ગઈ છે,સફાઈના સાધનો સાથે આ કામગીરી કરવામાં આવે છે.

નવસારીના 10 અલગ-અલગ વિસ્તારોમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો,અમુક પરિવારો તો એવા છે કે તેમણે ઘર પણ છોડી દીધુ હતુ.પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતા શહેરમાં 5 થી 9 ફૂટ જેટલા પાણી ઘુસી ગયા હતા,સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે પરંતુ તંત્ર મોટી મોટી વાતો કરીને જતું રહે છે અને સામન્ય વ્યકિતઓને તે સમસ્યાનો ભોગ બનવો પડે છે.

નવસારી શહેરમાં સફાઈ કામગીરૂ પૂર્ણ થયા બાદ ફોંગિંગની કામગીરી શરૂ કરાશે જેના કારણે રોગચાળો ફેલાય નહી,નવસારી તંત્ર દ્રારા રોગચાળો ફેલાય નહી તેને લઈને પણ કામગીરી કરાઈ છે,અત્યાર સુધી નવસારીમાં 2200 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે અને જે લોકોના ઘરમાંથી પાણી ઓસરી ગયા છે તે લોકો તેમના ઘરે પરત ફરી રહ્યાં છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે / હર્ષ શાહ


 rajesh pande