રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અન્વયે સર્વેલન્સ તથા ડસ્ટિંગ કામગીરી પુરજોશમાં
- ગામ- વાડી વિસ્તારમાં આઈ.આર.એસ સ્પ્રેનો છંટકાવ કરાયો, તકેદારીના પગલાં લેવા ગ્રામજનોને અનુરોધ રાજકોટ/અમદાવાદ,27 જુલાઇ (હિ.સ.) હાલમાં ચાંદીપુરા વાઇરસના કેસ જિલ્લામાં નોંધાયા છે. ચાંદીપુરા વાઇરસ એ સેંડ ફ્લાય નામની માખીથી ફેલાય છે.આ રોગની અટકાયત માટે
Surveillance and dusting operations under Chandipura virus in Rajkot district in full swing


- ગામ- વાડી વિસ્તારમાં આઈ.આર.એસ સ્પ્રેનો છંટકાવ કરાયો, તકેદારીના પગલાં લેવા ગ્રામજનોને અનુરોધ

રાજકોટ/અમદાવાદ,27 જુલાઇ (હિ.સ.) હાલમાં ચાંદીપુરા વાઇરસના કેસ જિલ્લામાં નોંધાયા છે. ચાંદીપુરા વાઇરસ એ સેંડ ફ્લાય નામની માખીથી ફેલાય છે.આ રોગની અટકાયત માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દૃવારા દરેક ગામોમાં સર્વેલન્સ કરવામાં આવી રહયુ છે. આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર દૃવારા દરેક ઘરોની મુલાકાત લઇ આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહયુ છે. તેમજ દરેક શાળાઓમાં બાળકો અને વાલીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સોસ્યલ મીડીયા જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ટ્વીટર, ફેસબુક, અને ઈંસ્ટાગ્રામના માધ્યમથી લોકોને જાગ્રુત કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ચાંદીપુરા વાયરસના રોગની અટકાયત માટે જિલ્‍લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્‍લાના મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો.પી.કે.સિંધ અને એપેડેમિક મેડીકલ ઓફિસર ડો.અરવિંદ અસ્થાના તેમજ આરોગ્‍ય વિભાગની ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આલ્ફા સાયફર મેથ્રીન 5% નો IRS સ્પ્રેનો છંટકાવ તેમજ મેલેથીયોનનું ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાડી વિસ્તાર, ઝુંપડ્પટ્ટી વિસ્તારના કાચા ઘરોમાં તેમજ સ્કુલો અને આંગણવાડીઓમાં પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

આ વાઇરલ ઇંફેક્શનનો પ્રથમ કિસ્સો 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચાંદીપુરા વાઇરસ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મુખ્યત્વે મધ્યગુજરાતના જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, અને મહીસાગર જિલ્લાઓમાં ચાંદી પુરા વાઇરસના કેસો નોધાયા છે. ચાંદી પુરા વાઇરસના ફેલાવા માટે સેંડ ફ્લાય વાહક જવાબદાર છે. 9 માસથી લઇને 14 વર્ષ સુધીના બાળકોને ચાંદીપુરા વાઇરસનું ઇંફેક્શન લાગી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande